કોરી પાટી

જન્મ વખતથી જ આપણે સૌ કોઇ પરાધીન હોઇએ છીએ. સ્તનપાનથી આપણી ક્ષુધા સંતોષાય છે પછી પહેલા માતા પછી પિતા અને ભાઇ ભાંડુ અને સગાવ્હાલાએ આપણા શિક્ષક છે. આપણી મનની કોરી પાટી પર આપણે બાળપણમાં કોિ કાબુ હોતો નથી. પડતા આખડતા સાંભળતા, ડાંટ ખાતા આપણા શુષુપ્ત મન પર આંકા પડે છે. વ્યકિતગત ભાગ્યે જ કોઇ જ્ઞાત હોઇએ છીએ, આપણી કોરી પાટી પર શું લખાઇ રહ્યું છે? આપણે સૌ અજ્ઞાનવશ શું સારુ અને શું ખોટું તે આપણા નીજી વાતાવરણ પર જાણ બહાર આંકા પડે છે આપણે સૌ કોઇ જન્મથી બૌધિકો નથી, ખોટા આંકા છે તે જ ખબર પડતી નથી તોશું છેકી નાંખવું અને શું રહેવા દેવું આ આપણું શુષુપ્ત મનનક્કી કરવા સક્ષમ નથી.
સુરત                   – મીનાક્ષી શાહ        – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top