દાહોદ: દાહોદ જિલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીઓની તૈયારીઓ તમામ પક્ષો દ્વારા પુરજાેશમાં ચાલી રહી છે ત્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાંથી કુલ ૦૭ ભાજપના ઉમેદવારો બીન હરીફ ચુંટાઈ આવ્યાં છે.
દાહોદ જિલ્લામાં ઉમેદવારી પત્રો ખેંચવાની છેલ્લા તારીખે જિલ્લા, તાલુકા અને પાલિકા આલમમાં ભારે કુતુહલ સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી અત્યાર સુધી કુલ ૦૭ ઉમેદવારો બિન હરીફ ચુંટાઈ આવતાં બીજેપ મોવડી મંડળમાં હાલ ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે. ઘણા ઉમેદવારોએ ફોર્મ ખેંચી લીધા તો ઘણાના ફોર્મ ચુંટણી અધિકારી દ્વારા વિવિધ કારણોસર રદ્દ પણ કર્યાં હતાં.
દાહોદ જિલ્લામાંથી બીજેપીના જે ૦૭ ઉમેદવારો બિન હરીફ ચુંટાઈ આવ્યાં તેમાંથી દાહોદ તાલુકા પંચાયતની ૩૫ – ઉસરવાણમાંથી ગૌરીબેન વાવનભાઈ રાઠવા,સીંગવડ તાલુકા પંચાયતમાંથી ૧૧ – પતંગડીમાંથી જશોદાબેન દિનેશભાઈ બારીઆ, ધાનપુર તાલુકા પંચાયતમાંથી ૧૨ – માંડવમાંથી ખુમસીંગભાઈ નરસુભાઈ તડવી,લીમખેડા તાલુકા પંચાયતમાંથી ૧૯ – પાણીયાના રૂપસીંગભાઈ પારૂલભાઈ માવી, લીમખેડા તાલુકા પંચાયતના ૨૦ – પોલીસીમળના શરમાબેન જયપાલભાઈ મુનીયા તેમજ દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૦૪માંથી રીનાબેન ધર્મેન્દ્રકુમાર પંચાલ અને ઝાલોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૦૫માંથી પંથભાઈ હિરેનભાઈ પટેલ ભાજપામાંથી બિન હરીફ ચુંટાઈ આવ્યાં હતાં. આગામી 28મીએ યોજાનારી પાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં િબનહરીફ ચૂંટાયેલા ઉમેદવારોથી ભાજપને બળ મળ્યું છે.