ભરૂચ(Bharuch) : આમોદ (Aamod) અને જંબુસર (Jambusar) નગર પાલિકાની (municipality) 6 બેઠકો ખાલી પડતા યોજાયેલી પેટા ચૂંટણીમાં (By-election) 4 પર ભાજપ અને 1-1 કોંગ્રેસ અને અપક્ષ વિજેતા થયા છે.
ભરુચ જિલ્લાની આમોદ અને જંબુસર બે નગર પાલિકામાં ખાલી પડેલી 6 બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું હતું. આમોદ નગર પાલિકાની પાંચ પૈકી ચાર બેઠકોમાં ભાજપનો ભગવો લહેરાયો હતો તો એક બેઠક ઉપર અપક્ષના ઉમેદવાર વિજેતા થયા હતા. જ્યારે જંબુસર પાલિકાના વોર્ડ નંબર 7માં કોંગ્રેસના ઉમેદવારે મેદાન માર્યું હતું. ભરુચ જિલ્લાના જંબુસર અને આમોદ નગરપાલિકાની ચૂંટણી યોજાય હતી. જેમાં જંબુસરમાં કોંગ્રેસ તો આમોદમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો.
ભરૂચની જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર 7 ની યોજાયેલ પેટા ચુંટણીની મત ગણતરી મંગળવારે ચુંટણી અધિકારી એમ.બી.પટેલ અને મદદનીશ ચુંટણી અધિકારી વિનોદ પરમારની ઉપસ્થિતિમા પ્રાંત કચેરી યોજાઈ હતી. જેમાં મતગણતરીના અંતે કોંગ્રેસ ઉમેદવાર કાદરબેગ મિર્ઝાને તેમના પ્રતિસ્પર્ધી કરતા વધુ મત મળતા તેઓને વિજેતા જાહેર કરતા તેઓના સમર્થકો તેમજ ટેકેદારોએ વિજેતા ઉમેદવારને ફૂલહાર કરી વધાવી લીધા હતા.
આમોદ નગર સેવા સદનમાં પણ પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયા હતા. અગાઉ ભારતીય જનતા પાર્ટીના પાંચ સભ્યોએ આમોદમાં રાજીનામા આપ્યા હતા. જે પૈકી ભાજપના 4 ઉમેદવારનો વિજય થયો હતો જ્યારે એક અપક્ષ ઉમેદવાર વિજેતા જાહેર થયા હતા. પેટા ચૂંટણીમાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો હતો.
જંબુસર પાલિકાના વોર્ડ 7ની ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કાદરબેગ મિર્ઝાનો ભવ્ય વિજયી થયો હતો. જયારે ચાર બેઠકમાં ભાજપ ઉમેદવારો પૈકી આમોદ પાલિકા વોર્ડ 3 અનુસૂચિત જાતિ (પ્રથમ) રશ્મિકાબેન પરમાર, વોર્ડ( ચોથો) સામાન્ય બેઠકમાં વિનોદભાઈ કાછીયાભાઈ પટેલ, વોર્ડ-4(બીજી)સામાન્ય સ્ત્રીમાં ધરાબેન પાર્થભાઈ પટેલ, વોર્ડ-4(ત્રીજી) અનુસૂચિત જનજાતિ જશુભાઈ બચુભાઈ રાઠોડ થયો હતો. જયારે વોર્ડ-6માં અપક્ષ ઉમેદવાર કમલેશભાઈ સોલંકીનો વિજયી થયો હતો. ઉમેદવાર વિજેતા થતા તેમના સમર્થકો ફૂલહાર અને રેલી કાઢીને જયઘોષનું વાતાવરણ બનાવ્યું હતું.