SURAT

‘મેરી મિટ્ટી, મેરા દેશ’ અભિયાન માટે માટી ભેગી કરવા સુરતમાં ભાજપના આટલા ટેમ્પો ફરશે

સુરત(Surat) : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) દ્વારા એક ચપટી માટી અને ચોખાના દાણા ભરેલા કળશ એકત્ર કરી દિલ્હી (Delhi) મોકલવા અપીલ કરવામાં આવી છે. આ અભિયાનને “મેરી મિટ્ટી મેરા દેશ” (MeriMittiMeraDesh) નામ આપવામાં આવ્યું છે. આ અભિયાન શરૂઆત ગુજરાતની 182 વિધાનસભા મત વિસ્તારમાંથી કરવામાં આવી છે. જે અંતર્ગત આજે મંગળવારે તેની શુભ શરૂઆત સુરત ખાતેથી કરાઈ છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે (CRPatil) કળશ યાત્રાને લીલી ઝંડી બતાવી હતી.

શહેરના 30 વોર્ડમાં “મેરી મિટ્ટી મેરા દેશ “અન્વયે આજથી 30 જેટલા ટેમ્પોમાં કળશ મૂકી પ્રત્યેક ઘરોમાંથી ભાજપના કાર્યકરો દ્વારા હાથમાં કુંભ લઈ એક -એક ચપટી માટી અને ચોખાના ત્રણથી ચાર દાણા ભેગા કરવાની શરૂઆત કરવામાં આવી છે. જ્યાં ગુજરાતની 182 વિધાનસભામાંથી એકઠી કરાયેલી માટી અને ચોખા ઇલેક્ટ્રિક વ્હીકલમાં દિલ્લી ખાતે મોકલવામાં આવશે. આજે સુરતમાં શણગારાયેલા 30 ટેમ્પોને અધ્યક્ષ અને રાજ્યગૃહ મંત્રીએ ફ્લેગ ઓફ આપી રિંગ રોડ ખાતેથી પ્રસ્થાન કરાવ્યા હતા.

દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા દેશના વીર જવાનોને વંદન કરવા અને દેશ પ્રત્યેની લોકોમાં ભાવના જળવાય રહે તે હેતુસર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “મેરી મિટ્ટી મેરા દેશ” કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમ થકી વડાપ્રધાને દેશભરમાં લોકોને એક ચપટી માટી અને ચોખાના ત્રણથી ચાર દાણા ભેગા કરી એક -એક કળશ તૈયાર કરવા દેશભરના લોકોને આહવાન કર્યું હતું. જેમાં ગુજરાતની 182 વિધાનસભામાં પણ આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે અને ભાજપના અલગ અલગ નેતાઓને તેની જવાબદારી સોંપવામાં આવી છે. જેની શરુઆત આજે સુરતથી પણ કરવામાં આવી છે.

શહેરના 30 વોર્ડમાં શણગારેલા 30 ટેમ્પો ફરશે
શહેરના 30 વોર્ડમાં 30 જેટલા શણગારાયેલા કળશ સાથેના ટેમ્પોને સુરતના રિંગ રોડ ખાતેથી ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યા છે. આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ સી. આર.પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં મારી માટે મારો દેશ કાર્યક્રમમાં સહભાગી થવા લોકોને આહવાન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનના પગલે દેશભરના પ્રત્યેક ઘરોમાંથી એક ચપટી માટે અને ચોખાના દાણા એકત્ર કરવામાં આવી રહ્યા છે.

દક્ષિણ ગુજરાતની 84 વિધાનસભાની જવાબદારી ધારાસભ્ય સંદીપ દેસાઈને સોંપાઈ
દક્ષિણ ગુજરાતની જવાબદારી 84 વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈને સોંપવામાં આવી છે. હમ અલગ અલગ વિધાનસભા પ્રમાણે દરેક નેતાઓને આ જવાબદારી સોપાઈ છે. આજે સુરત ખાતે પણ શહેર ભાજપ પ્રમુખ દ્વારા 30 ઓડમાં 30 ટેમ્પો અને 30 કુંભ દ્વારા પ્રત્યેક ઘરોમાંથી ચપટી માટી અને ચોખાના દાણા એકત્ર કરવાની શરૂઆત કરવામાં આવી છે.

માટી અને ચોખામાંથી અમૃતવન બનાવાશે
મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત ભેગી કરાયેલી માટી અને ચોખાનો ઉપયોગ અમૃતવન બનાવવા માટે કરવામાં આવશે. પ્રત્યેક વિધાનસભા પ્રમાણે એક કુંભ બનાવી અમદાવાદ ખાતે એકત્ર કરવામાં આવશે. જે ઇલેક્ટ્રિકલ વહિકલ મારફતે દિલ્લી ખાતે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

Most Popular

To Top