SURAT

આસારામ આશ્રમમાં રસલ વાઈપર સાપએ સેવકને ડંખ માર્યો: સેવકની હાલત ગંભીર

સુરત: સુરતના જહાંગીરપુરા(Jahangirpura) સ્થિત આસારામ આશ્રમમાં એક સેવકને રસલ વાઈપર(russell viper) સાંપએ ડંખ(snakebite) માર્યો હતો. ડંખ માર્યા બાદ સાપ ઘાસમાં ભાગી ગયો હતો પરંતુ સેવકએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108ની મદદથી સેવકને સિવિલ હોસ્પિટલ(New Civil Hospital)માં ખસેડવામાં આવ્યો હતો.

જહાંગીરપુરાના આસારામ આશ્રમમાં એક સેવકને રસલ વાઈપર સાપે ડંખ મારતા તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સિવિલ લવાયો હતો. 34 વર્ષીય વૃંદાવન સાહુ મૂળ ઓડીસાના રહેવાસી છે અને 8 વર્ષથી આશ્રમમાં સેવા આપતા હોવાનું જાણવા મળ્યું છે. ખેતી કામ કરતી વેળાએ સાપએ અચાનક હાથ ઉપર બે ડંખ મારી ઘાસમાં ભાગી જતા વૃંદાવને બુમાબુમ કરી દીધી હતી. જોકે સિવિલ લવાયા બાદ સેવક વૃંદાવનની હાલત સાધારણ હોવાનું જાણવા મળ્યું છે.

આસારામ આશ્રમના સેવકોએ જણાવ્યું હતું કે, ઘટના આજે સવારે 7:30 વાગ્યાની આસપાસ બની હતી. વૃંદાવન કેલાણીરામ શાહુ (ઉ.વ. 34) ખેતી કામ કરતા હતા ત્યારે સાપ ડંખ મારી ભાગી ગયો હતો. ઘટનાની જાણ બાદ અન્ય સેવકો દોડી જતા સાપ રસલ વાઈપર પ્રજાતિનો હોવાનું જાણી શકાયું હતું. ઘટનાની ગંભીરતા જોઈ વૃંદાવન ભાઈને તાત્કાલિક 108ની મદદથી સારવાર માટે સિવિલ લવાયા હતા. જ્યાં તેમના લોહીના નમૂનાઓ લઈ લેબમાં મોકલી અપાયા હતા. પ્રાથમિક સારવાર બાદ એમની તબિયત સાધારણ હોવાનું જાણવા મળ્યું છે.

વધુમાં જાણવા મળ્યું હતું કે, વૃંદાવનભાઈ ઉડીસાના રહેવાસી છે. 10 વર્ષથી આશ્રમમાં સેવા આપી રહ્યા છે. એમનો પરિવાર વતનમાં રહે છે. સાપે જમણા હાથના અંગુઠા અને કલાઈની ઉપર એમ બે ડંખ માર્યા છે. તમને જણાવી દઈએ કે, રસલ વાઈપર સાપ દુનિયાના સૌથી ઝેરી સાપોની પ્રજાતિમાનો એક સાપ છે. જોકે સાપ નાની ઉંમરનો હોય એમ લાગી રહ્યું છે. હાલ વૃંદાવન ભાઈ સારવાર હેઠળ છે.

Most Popular

To Top