SURAT

જૂની બોમ્બે માર્કેટમાં શોર્ટ સર્કિટ બાદ સાડીની દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળી

સુરત : આજે વહેલી સવારે શહેરની જૂની બોમ્બે માર્કેટમાં આગ લાગી હતી. શોર્ટ સર્કિટના લીધે બંધ દુકાનમાં આગ લાગી હોવાનું અનુમાન છે. આગનો કોલ મળતા જ ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું. દુકાનની અંદર સાડીઓ હોઈ આગ ઝડપથી ફેલાઈ હતી. આગ બીજી દુકાનોમાં ફેલાય તે પહેલાં ફાયર બ્રિગેડે તેની પર કાબુ મેળવી લીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર જૂની બોમ્બે માર્કેટમાં અચાનક આગ ફાટી નીકળવાના કોલ બાદ ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું. નંદની નામની સાડીની દુકાનમાં લાગેલી આગ ઉગ્ર બનતા આજુબાજુ ની દુકાનન વેપારીઓમાં ભય નો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ બાદ 5 ફાયર ફાઈટરોની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. બંધ દુકાનમાં લાગેલી આગ ને કાબુમાં લેવા ફાયરના જવાનોએ સતત પાણીનો મારો ચલાવ્યો હતો.

ફાયર સૂત્રો એ જણાવ્યું હતું કે નંદની નામની દુકાનમાં ગ્રાઉન્ડ ફ્લોરથી આગ લાગ્યા બાદ બીજી દુકાનો આગની ઝપેટમાં આવે એ પહેલાં જ આગને કંટ્રોલ કરી દેવાઈ હતી. એટલું જ નહીં પણ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.

ફાયર ઓફિસર કૃષ્ણા મોઢએ માહિતી આપતા જણાવ્યું કે, જૂની બોમ્બે માર્કેટમાં ગ્રાઉન્ડ + 2 માળના શો રૂમમાં આગ લાગી હતી. દુકાનમાં સાડીનો સ્ટોક હોવાના લીધે આગ વધુ ફેલાઈ હતી. ભીષણ આગને કંટ્રોલ કરવા 2 કલાકથી વધુનો સમય લાગ્યો હતો. 8-10 ફાયર સ્ટેશનના 25 થી વધુ જવાનોએ સતત પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. ટલું જ નહીં પણ ફાયર વિભાગની કામગીરી ને લઈ બેઝમેન્ટ આગની ઝપેટમાં આવતા બચી ગયું હતું.

ફાયર ઓફિસરે વધુમાં જણાવ્યું હતું કે આ ભીષણ આગમાં ચણીયા-ચોળી, ડ્રેસ અને મહિલાઓના કપડા, ફર્નિચર અને વાયરીગ સહિતનો સમાન બળી ગયો હતો. બિલ્ડીંગના સ્ટ્રક્ચરને પણ નુકસાન પહોંચ્યું હતું. જોકે ફાયરની આટલી કામગીરી બાદ પણ દુકાન માલિકે મોડા આવ્યા હોવાનો ફાયર વિભાગ પર આરોપ મૂક્યો હતો.

Most Popular

To Top