ભારતીય જનતા પાર્ટી (BJP) એ 2025 ની બિહાર વિધાનસભા ચૂંટણી માટે પોતાની બીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ 12 વિધાનસભા મતવિસ્તારો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં સૌથી મુખ્ય નામ પ્રખ્યાત લોક ગાયિકા મૈથિલી ઠાકુર અને IPS અધિકારી આનંદ મિશ્રા છે.
ભાજપે યુવાન અને જાણીતા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, જેમાં અલીનગર વિધાનસભા બેઠક પરથી મૈથિલી ઠાકુરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે બક્સરથી ગતિશીલ IPS અધિકારી આનંદ મિશ્રાને ટિકિટ આપવામાં આવી છે. અનુભવી નેતાઓ અને નવા ચહેરાઓ બંને ધરાવતી આ યાદી પક્ષની સંતુલિત રણનીતિનો સંકેત આપે છે.

ભાજપે છાપરાથી છોટી કુમારીને ઉમેદવાર બનાવ્યા છે. અનામત બેઠકો માટેના ઉમેદવારોની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં રોસેરા (SC) થી બિરેન્દ્ર કુમાર અને આગિયાઓન (SC) થી શ્રી મહેશ પાસવાનનો સમાવેશ થાય છે.