ગાંધીનગર : દેશના વડાપ્રઘાને (PM) દેશના યુવાનોને અગ્નિપથ યોજના અંતર્ગત સાડ સતર વર્ષની વયના યુવાનો આ યોજના અંતર્ગત દેશના સુરક્ષાદળોમાં સેવા આપી શકશે. યુવાનો આવનાર સમયમાં દેશ માટે કામ કરી શકશે. દેશના યુવાનો કૌશલ્ય વર્ઘન બને, યુવાનો સ્કીલ્ડ (Skilled) બને અને વધુમાં વધુ યુવાનો રાષ્ટ્ર માટે કામ કરે તે માટે આ યોજના લાવ્યા છે. દેશના યુવાનો આ યોજના અંતર્ગત ચાર વર્ષની વિશેષ તાલીમ મેળવશે અને નોકરી મળી શકશે, તેવું ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો. પ્રશાંત કોરાટે જણાવ્યું હતુ. ડો. પ્રશાંત કોરાટે વધુમાં કહ્યું હતુ કે ગુજરાત યુવા મોરચા દ્વારા પણ વિવિધ કામો કરવામાં આવ્યા છે. વડાપ્રઘાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને સફળતાના આઠ વર્ષ પુર્ણ થયા તે નિમિત્તે સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ અંતર્ગત પાંચ થી 11 જૂન સતત સાત દિવસ સરકારી યોજનાના પ્લેકાર્ડ લઇ યુવા મોરચાના કાર્યકરો દ્વારા દરેક મંડળમાં દરેક યોજનાની માહીતી આપી, ગઇકાલે 400 થી વધુ જગ્યા પર આઠ વર્ષના ઉજવણી ભાગ રૂપે વિકાસ તિર્થ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશના નરેન્દ્ર મોદી સાહેબનો સંદેશ યુવાનો સુઘી પહોંચે તેવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પ્રશાંત કોરાટે વધુમાં જણાવ્યું કે, આવનાર દિવસોમાં યુવા મોરચાના કાર્યકરો દ્વારા વિવિધ કાર્યો હાથ ઘરાશે જેમાં 23 તારીખ થી 30 જૂન દરમિયાન ડો. શ્યામાં પ્રસાદ મુખરજીના જન્મજયંતીથી 30 જૂન સુઘી યુવા મોરચા દ્વારા 500 થી વધુ મંડળોમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે જેમાં 51 હજાર થી વધુ રકતદાન બોટલ એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
