National

BJP સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોનો રાજકારણમાંથી સંન્યાસ

કોલકત્તા: (Kolkata) પશ્ચિમ બંગાળના (West Bangal) આસનસોલથી ભાજપના સાંસદ (BJP MP) અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ (Babul Supriyo) રાજનીતિ છોડવાનો નિર્ણય કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ લખીને કહ્યુ છે કે તેઓ રાજનીતિમાં માત્ર સમાજ સેવા કરવા આવ્યા હતા. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યુ ત્યારે બાબુલ સુપ્રીયોને મંત્રીમંડળમાંથી પડતા મુક્યા હતા. સુપ્રિયો મોદી સરકારના કાર્યકાળમાં પણ મંત્રી હતા. 

બાબુલ સુપ્રિયોએ ભાજપમાંથી રાજીનામુ આપવાની સાથે સાંસદ પદેથી પણ રાજીનામુ આપ્યું છે. તેમણે કહ્યું કે, હું સાંસદ પદેથી રાજીનામુ આપી રહ્યો છું. આ સાથે તેમણે કહ્યુ કે, હું દિલ્હીમાં મળેલ સરકારી આવાસ પણ એક મહિનામાં છોડી દેવાનો છું. મહત્વનું છે કે વેસ્ટ બંગાળની આસનસોલ સીટથી 2014માં સાંસદ બન્યા હતા. ત્યારબાદ 2019ની ચૂંટણીમાં તેમણે અહીંથી બીજીવાર જીત મેળવી હતી.  તેમણે કહ્યુ કે લોકોની સેવા કરવા માટે રાજકારણમાં રહેવાની જરૂરત નથી. તે રાજકારણથી અલગ થઇને પણ પોતાના સમાજસેવાના ઉદ્શ્યને પૂરો કરી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ હંમેશા ભાજપનો ભાગ હતા અને રહેશે.

છેલ્લા કેટલાક દિવસોથી તેઓ રાજકારણમાંથી નિવૃત્ત થઈ રહ્યા હોવાની અટકળો ચાલી રહી છે. તે સતત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા હતા. બાબુલ સુપ્રિયોએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર બંગાળના રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. પોતાની પોસ્ટમાં તેમણે કહ્યું કે, મેં દરેક બાબત સાંભળી-પિતા, માં, પત્ની, પુત્રી, એક-બે પ્યારા દોસ્ત.. દરેકની સલાહ લીધા પછી મેં નિર્ણય કર્યો કે હવે રાજકરણમાંથી સંન્યાસ લેવો જોઇએ. હાં, પણ હુ એ ક્લિયર કરી દઉ કે હું બીજી કોઇ પાર્ટીમાં નથી જઇ રહ્યો. છેલ્લા કેટલાક દિવસોમાં મેં વારંવાર વિચાર્યું અને રાજકારણ છોડવાનું મન બનાવી લીધું. આજે મેં નક્કી કર્યું.

હું માનનીય અમિત શાહ અને માનનીય નડ્ડાજીનો તેમના દરેક રીતે પ્રેરીત કરવા માટે હંમેશા આભારી રહીશ. પોતાના સંન્યાસ વિશે સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું કે ક્યાંક ને ક્યાંક કોઇ વ્યક્તિ વિચારી શકે છે કે હું કોઇ પદ માટે સોદાબાજી કરી રહ્યો છું. પરંતુ તે સાચું નથી, તેથી તેના વિશે કોઈ શંકા ન હોવી જોઈએ. હું પ્રાર્થના કરું છું કે તેઓ મને ગેરસમજ કર્યા વિના મને માફ કરશે.

Most Popular

To Top