સુરત : ભાજપ (BJP) માટે સમગ્ર ગુજરાતમાં સૌથી સલામત સીટ ગણાતી સુરતની મજૂરા વિધાનસભા બેઠક પર આજે જાહેર થયેલા પરિણામ બાદ સ્થિતિ એવી બની કે, વિજેતા ઉમેદવાર ભાજપના હર્ષ સંઘવી (Harsh Sanghvi) સિવાય એવો એકેય ઉમેદવાર ન હતો કે જે પોતાની ડિપોઝીટ (Deposit) પરત મેળવી શકે તેટલા મત પણ મેળવી શક્યો નથી. ડિપોઝીટ બચાવવા માટે ઉમેદવારે કુલ મતદાનના છઠ્ઠા ભાગના મત મેળવવા પડે છે. સુરત મજૂરા વિધાનસભા મત વિસ્તારમાં કુલ 1,62,661નું મતદાન થયું હતું.
- સુરતની 16માંથી 11 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ
- મજૂરામાં હર્ષ સંઘવીના તમામ હરીફોની ડિપોઝીટ ડૂલ
- તમામ ઉમેદવારો કુલ મતદાનના છઠ્ઠા ભાગના મતો પણ મેળવી શક્યા નથી
તમામ હરીફોની ડિપોઝીટ ડૂલ
ઉમેદવારે પોતાની ડિપોઝીટ પરત મેળવવા માટે છઠ્ઠા ભાગના એટલે કે 27,110 મતો મેળવવા પડે. પરંતુ, અહીં ભાજપના હર્ષ સંઘવીના નજીકના ઉમેદવાર આમ આદમી પાર્ટીના પીવીએસ શર્મા કે કોંગ્રેસના બળવંત જૈન પૈકી એકેય ડિપોઝીટ બચાવી શકે તેટલા મત મેળવી શક્યા ન હતા. મજૂરા વિધાનસભા બેઠક પર બીજા નંબરે આવેલા આપના પીવીએસ શર્માને ફક્ત 16680 મતો જ મળી શક્યા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે બિનપાટીદાર વિસ્તાર હોવા છતાં પણ મજૂરા વિધાનસભા વિસ્તારમાં આપ પાર્ટીના પીવીએસ શર્મા બીજા નંબરે સૌથી વધુ મત મેળવવામાં સફળ રહ્યા છે.
સુરતની 16માંથી 11 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ
સુરત : દેશના સૌથી જૂના રાજકીય પક્ષ ગણાતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (ઇન્ડીયન નેશનલ કોંગ્રેસ)ના ઉમેદવારોનો આજે ભારે રકાસ થયેલો જોવા મળ્યો હતો. સુરત શહેર જિલ્લાની કુલ 16 બેઠકો પૈકી 12 બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારોને એટલા મતો પણ ન મળ્યા કે જેનાથી તેમની ઉમેદવારી વખતે ભરવામાં આવેલી ડિપોઝીટ બચી શકે. ફક્ત સુરત પૂર્વ, માંડવી, મહુવા અને ઓલપાડ વિધાનસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવારો જ પોતાની ડિપોઝીટ બચાવી શક્યા છે. એ સિવાય બાકીના તમામ ઉમેદવારો કુલ મતદાનના છઠ્ઠા ભાગના મતો પણ મેળવી શક્યા નથી.
સુરત શહેર – જિલ્લામાં બારડોલી બેઠક પર નોટામાં સૌથી વધુ 4211 મતો
વિધાનસભા નોટામાં મત ટકાવારી
- મજૂરા 2315 1.42
- સુરત પૂર્વ 1494 1.07
- વરાછારોડ 878 0.72
- કરંજ 756 0.85
- બારડોલી 4211 2.35
- મહુવા 3131 1.84
- માગરોળ 3111 1.85
- સુરત ઉત્તર 828 0.86
- પશ્ચિમ 2441 1.5
- માંડવી 2895 1.53
- કામરેજ 2291 0.69
- ઉધના 1820 1.22
- કતારગામ 1529 0.74
- ચોર્યાસી 4169 1.29
- ઓલપાડ 3123 1.06
- લિંબાયત