ગાંધીનગર-સુરત: ભારતીય જનતા પાર્ટીએ (BJP) રાજ્યસભાના (RajyaSabha) ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે, જેમાં કોંગ્રેસ (Congress) છોડી ભાજપમાં (BJP) જોડાયેલા મહારાષ્ટ્રના (Maharashtra) પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણનું (AshokChavan) નામ પણ સામેલ છે. ભાજપે તેમને મહારાષ્ટ્રમાંથી જ સંસદના ઉપલા ગૃહમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા (JPNadda) ગુજરાતમાંથી (Gujarat) રાજ્યસભામાં જશે.
ભારતીય જનતા પાર્ટીએ આજે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યસભા માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. બે દિવસ પહેલાં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણને તેમનું ઈનામ મળ્યું છે. ચવ્હાણને મહારાષ્ટ્ર રાજ્યસભાની ટિકીટ ભાજપે આપી છે.
ભાજપે જાહેર કરેલી યાદી મુજબ ગુજરાત ભાજપે પક્ષ પ્રમુખ જે.પી.નડ્ડા, જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા (GovindbhaiDholakia), મયંકભાઈ નાયક (MayankbhaiNayak) અને જશવંતસિંહ સલમસિંહ પરમારને (JaswantSinghSalamSinghParmar) રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે મહારાષ્ટ્ર ક્વોટામાંથી પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ, મેધા કુલકર્ણી (Medha Kulkarni), પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણને ઉમેદવાર બનાવ્યા છે. અજીત ગોપચાડેને (AjitGopchade) ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
જોકે, ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોમાં સૌથી વધુ ચર્ચા સુરતના હીરા ઉદ્યોગપતિના નામે જગાવી છે. ભાજપે ગુજરાત રાજ્યસભા માટે ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, તેમાં એક નામ સુરતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકીયાનું છે. ગોવિંદ ધોળકીયાને રાજકારણ સાથે સીધો કોઈ સંબંધ નથી. તેમ છતાં તેમના નામની ઘોષણા થતાં આશ્ચર્ય સર્જાયું છે.
ગોવિંદ ધોળકીયા સુરતના હીરા ઉદ્યોગમાં ભામાશા તરીકે ઓળખાય છે
સુરતના હીરા ઉદ્યોગમાં ભામાશા તરીકે ઓળખાતા ગોવિંદ ધોળકીયાને ભાજપે ગુજરાત રાજ્યસભાની ટિકીટ આપતા આશ્ચર્ય સર્જાયું છે. હંમેશા દાન પ્રવૃત્તિ અને સમાજ સેવા માટે આગળ રહેતાં ગોવિંદ ધોળકીયાએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે રૂપિયા 11 કરોડનું દાન કર્યું હતું.
ગુજરાત રાજ્યસભા માટેના ભાજપના ઉમેદવાર: જે.પી. નડ્ડા, ગોવિંદ ધોળકીયા, મયંક નાયક અને જશવંતસિંહ સલામસિંહ પરમાર.
મહારાષ્ટ્ર રાજ્યસભા માટે ભાજપના ઉમેદવાર: અશોક ચ્વહાણ, મેઘા કુલકર્ણી, ડો. અજીત ગોપચાડે.
પહેલીવાર સુરતના હીરા ઉદ્યોગને રાજકારણમાં પ્રતિનિધિત્વ મળ્યું
જીજેઈપીસીના પૂર્વ રિજનલ ચેરમેન દિનેશ નાવડીયાએ ગોવિંદ ધોળકીયાની રાજ્યસભાની ઉમેદવારીની જાહેરાતને આવકારી છે. નાવડિયાએ કહ્યું કે, 1952થી સુરતમાં હીરા ઉદ્યોગ ધમધમે છે, પરંતુ આજદીન સુધી રાજકારણમાં પ્રતિનિધિત્વ મળ્યું નહોતું. ગોવિંદભાઈ ધોળકીયાને રાજકારણમાં પ્રતિનિધિત્વ મળતા અમે ખુશીની લાગણી અનુભવીએ છીએ.