Vadodara

ભાજપના કોર્પો. પટણી ફરી વિવાદોમાં, પુજારીના પત્ની અને પુત્રને ત્રિશુલ મારવાનો પ્રયાસ

વડોદરા: વડોદરાના વધુ એક ભાજપ કાઉન્સિલર વિવાદે ચડ્યા છે વોર્ડ નંબર 13 ના ભાજપના કોર્પોરેટર ધર્મેશ પટણી રણમૂકતેશ્વર મંદિરમાં પૂજા કરતા હતા તે દરમિયાન બોલાચાલી થતા મંદિરના પુજારીના પત્ની અને પુત્રને ત્રિશુલ મારવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપોને લઈ ભારે હોબાળો મચી ગયો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં જ ભાજપના કોર્પોરેટરોના વિવાદને લઈને ભાજપની હાલત કફોડી બની રહી છે કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડના વિવાદની હજુ શાહી સુકાઇ નથી ત્યાં વોર્ડ નં.13ના ભાજપના કાઉન્સિલર ધર્મેશ પટણી વિવાદોમાં ઘેરાયા છે.

 બે દિવસ અગાઉ ધર્મેશ પટણી પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મંદિરમાં પૂજા કરવા ગયા હતા જ્યાં મંદિરના પૂજારી દિલીપ ભટ્ટના પત્નીએ વહેલી પૂજા કરીને નીકળી જાવ કહેતા  ધર્મેશ પટણીનો પિત્તો ગયો હતો અને મંદિરમાં જ પૂજારીની પત્નીને  ગાળો આપી હતી  દરમિયાન ધર્મેશ પટણી ઝઘડામાં વચ્ચે પડેલા  પૂજારીના પુત્રને નજીકમાં પડેલ ત્રિશુલ ઉઠાવી મારવાનો પ્રયાસ કર્યો હતો. મદિરના પૂજારીના પુત્રના આક્ષેપોને લઈને ભારે હોબાળો મચી ગયો હતો. ભાજપ કોર્પોરેટરના વિવાદની વધુ એક ઘટના સામે આવતા કોર્પોરેટર વિરુદ્ધ વિસ્તારમાં ફીટકારની લાગણી વરસી રહી છે. જોકે ધર્મેશ પટણી પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, હકીકતમાં મંદિરમાં લગાવેલા સીસીટીવીના ફૂટેજ ડીલીટ કરી દેવામાં આવ્યા હતા.

અગાઉ ધર્મેશ પટણીને કોઇ તત્વો દ્વારા રૂપિયાની લેતીદેતીમાં મારમારવામાં આવ્યો
મંદિરના પૂજારીની પત્ની અને પુત્રને ત્રિશુલ  મારવાના પ્રયાસની વાતોને લઇ વોર્ડ નંબર 13 ના કાઉન્સિલર નવા વિવાદમાં સપડાયા છે જોકે ધર્મેશ પટણીને વિવાદોને અતૂટ નાતો હોય તેમ લાગે છે અગાઉ પણ ધર્મેશ પટણી અનેક વિવાદોમાં ચગ્યા હતા. અગાઉ વોર્ડ નંબર-5ના ડ્રેનેજ વિભાગના એન્જિનિયર જિગ્નેશ લિમ્બચિયાની બદલી કરાઇ હતી. ધર્મેશ પટણીનો અાક્ષેપ હતો કે અધિકારીઓ અમારુ માનતા નથી. જોકે હકીકત તો કઇ અલગ જ હતી. જે સૌ જાણે છે. ત્યારબાદ ધર્મેશ પટણીને કોઇ તત્વો દ્વારા રૂપિયાની લેતીદેતીમાં મારમારવામાં આવ્યો હતો. જો કે પાલિકામાં અધિકારીઓ પર દાદાગીરી કરીને પોતાનું કામ કઢાવીને ભાગ બટાઇ કરવાનું કહે છે. તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

Most Popular

To Top