National

સુરતમાં વિચિત્ર કાંડ: નશો છોડવા વ્યસનમુક્તિ કેન્દ્રમાં ગયેલા પંજાબ નેશનલ બેંકના મેનેજરની આંખ ફોડી નંખાઇ

સુરત : અંકલેશ્વરની (Ankleshwar) પંજાબ નેશનલ બેંકના (PNB) મેનેજરને (Bank Manager) નશામાંથી મુક્તિ (Detoxification) અપાવવા માટે ડુમસના (Dumas) ભાટિયા ફાર્મ હાઉસમાં (Bhatia Farm house) લાવીને તેને આંખ ઉપર મુક્કો મારવામાં આવતા આંખ ફૂટી ગઇ (The eye exploded) હતી. આ બાબતે દિલ્હીમાં (Delhi) રહેતી બેંક મેનેજરની બહેને પોલીસમાં ફરિયાદ (Police Complain) આપતા પોલીસે બે વ્યક્તિની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી.

દિલ્હીના પાંડવનગરમાં લક્ષ્મીનગર પાસે રહેતી કંચનકુમારી શંભુચરણ સિંહ પોતાના ઘરે નર્સરી સ્કૂલ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેનો મોટો ભાઇ રાહુલસિંહ અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે આવેલી પંજાબ નેશનલ બેંકમાં મેનેજર છે. આશરે 9 મહિના પહેલા કંચનબેન અને તેની માતા વચ્ચે વાત થઇ ત્યારે ખબર પડી કે, રાહુલને કોઇ પદાર્થનો નશો કરે છે અને તેને નશામાંથી મુક્તિ અપાવવાની જરૂરિયાત છે. આ માટે કંચનકુમારીએ ગુગલમાં સર્ચ કરતા સુરતના ડુમસના ભાટીયા ફાર્મ હાઉસના બંગલા નંબર-213નું લોકેશન મળ્યું હતું. તેઓએ નશામુક્તિ કેન્દ્રનો મોબાઇલ ફોન દ્વારા સંપર્ક કર્યો હતો. ત્યારબાદ સાંઇ નામના વ્યક્તિએ ફોન ઉપાડીને વિવિધ વિગતો લીધી હતી. તા. 20 ફેબ્રુઆરી-2021નારોજ રાહુલને નશામુક્ત કેન્દ્રની ગાડીમાં સુરતના ડુમસમાં લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રાહુલના પરિવારજનોએ વારંવાર ફોન કર્યો હતો પરંતુ તેઓને રાહુલ સાથે વાત કરવા દેવામાં આવી ન હતી. તા. 1 જૂનના રોજ કંચનએ રાહુલની સુરતથી દિલ્હીની ફ્લાઇટની ઓનલાઇન ટિકીટ કરાવી હતી. રાહુલ દિલ્હી પહોંચ્યો ત્યારે ખબર પડી કે, રાહુલને પહેલા જ દિવસે આંખ ઉપર માર મારવામાં આવ્યો છે અને ત્યારથી તેને આંખે દેખાવાનું બંધ થઇ ગયું છે. રાહુલે પોતાના પરિવારને નશામુક્તિ કેન્દ્રની વાત કરતા કહ્યું કે, પહેલા જ દિવસે સોહેલ નામની વ્યક્તિ પકડી રાખીને સાંઇ નામના વ્યક્તિએ ડાબી આંખ ઉપર મુક્કો મારી તે જ દિવસથી આંખે દેખાતુ બંધ થઇ ગયુ છે, વધુમાં સાંઇ અને સાહિલ નામના બંનેએ રાહુલને કહ્યું હતું કે, ‘હજી તો એક જ આંખ ફૂટી છે, આગળ જતા બીજી આંખ પણ ફૂટી જશે’.તેઓની સાથે બીજા બે યુવકો પણ હાજર હતા પરંતુ તેમનું નામ રાહુલને ખબર ન હોવાથી સાંઇ અને સાહિલ નામના બે વ્યક્તિઓની સામે ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

નશામાંથી મુક્ત કરાવવા માટે રૂા. 2.09 લાખ આપ્યા હતા

પોલીસના જણાવ્યા પ્રમાણે કંચનબેનએ રાહુલનો નશો છોડાવવા માટે થઇને રૂા. 2.09 લાખ રૂપિયા આપ્યા હતા. આટલી મોટી રકમ લીધા બાદ પણ રાહુલની કોઇની સાથે વાત કરવા દેવામાં આવતી ન હતી. તા. 04-03-2021ના રોજ કંચનબેન અને તેમની માતા રાહુલને મળવા માટે ડુમસ આવ્યા હતા. પરંતુ નશામુક્તિ કેન્દ્રના માણસોએ તેઓને મળવા દીધા ન હતા. બાદમાં તા. 08-05-2021ના રોજ કંચનબેનએ મોબાઇલ ઉપર કોન્ટેક્ટ કર્યો ત્યારે રાહુલની સાથે પાંચ મીનીટ સુધી વાત કરી હતી. બાદમાં કંચનએ તા. 01-06-2021ના રોજ રાહુલની ઓનલાઇન ફ્લાઇટની ટિકીટ બુક કરાવી હતી. નશામુક્તિ કેન્દ્રના માણસોએ રાહુલને ફ્લાઇટમાં દિલ્હી મોકલ્યા બાદ આ સમગ્ર ઘટના બહાર આવી હતી અને પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

રાહુલને દિલ્હી બાદ બેંગ્લોરમાં પણ સારવાર માટે લઇ જવાયો હતો

રાહુલે પોતાની આંખની તકલીફ વિશે પરિવારજનોને કહેતા તેઓએ દિલ્હીમાં જ આંખની સ્પેશ્યલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં રાહુલને આંખની કિકી ફૂટી ગઇ હોવાનું નિદાન થયું હતું. આ ઉપરાંત રાહુલની સારવાર માટે રૂા. 5 લાખનો ખર્ચ થશે તેમ પણ જણાવ્યું હતું. બાદમાં રાહુલને દિલ્હીથી બેંગ્લોરમાં લઇ જવાયો હતો, અને ત્યાં સારવાર કરવામાં આવી હતી.

Most Popular

To Top