મુંબઈ: 47 વર્ષીય બોલીવુડ અભિનેત્રી બિપાશા બાસુ (Bipasha Basu) માતા બનવાની છે. બિપાશા અને પતિ કરણ સિંહ ગ્રોવરના (Karan Singh Grover) જીવનમાં એક નાનકડો મહેમાન આવવાનો છે. બિપાશા બાસુએ તેની તાજેતરની ઇન્સ્ટાગ્રામ (Instagram) પોસ્ટમાં (Post) તેની ગર્ભાવસ્થાના (Pregnant) સમાચારની પુષ્ટિ કરી છે. ઈન્ટાગ્રામમાં પર બિપાશાએ ફોટા શેર કર્યા હતા. જેમાં કરણ સિંહ ગ્રોવર બિપાશા સાથે પોઝ આપી રહ્યો છે. ફેન્સને બંનેની તસવીરો ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેમને અભિનંદન આપી રહ્યા છે.
બિપાશા બાસુએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બેબી બમ્પ (Baby Bump) સાથેની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં બિપાશા પણ કરણ સાથે રોમેન્ટિક પોઝ આપતી જોવા મળી રહી છે. આ સાથે અભિનેત્રીએ એક લાંબી પોસ્ટ પણ લખી છે. અભિનેત્રીએ પોસ્ટમાં જીવનના નવા તબક્કાની વાત કરી છે અને ખૂબ જ ઈમોશનલ પોસ્ટ લખી છે. સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ અભિનંદન અને શુભકામનાઓ આપી રહ્યા છે. બિપાશાએ તેના તમામ ફેન્સનો પણ આભાર માન્યો હતો. તેણે લખ્યું, ‘તમારા નિસ્વાર્થ પ્રેમ, પ્રાર્થના અને શુભકામનાઓ માટે આપ સૌનો આભાર. તમારી પ્રાર્થના અને શુભકામનાઓ હંમેશા અમારી સાથે રહેશે. અમારા જીવનનો એક ભાગ બનવા બદલ આભાર.’ બિપાશાની આ પોસ્ટ પર માત્ર ફેન્સ જ નહીં પરંતુ બોલિવુડ સ્ટાર્સ પણ તેને કોમેન્ટ કરીને અભિનંદન આપી રહ્યા છે.
બિપાશાની ડ્રીમી પોસ્ટ
બિપાશા બાસુની નવી પોસ્ટ ખૂબ જ ડ્રિમી છે. અભિનેત્રી નવી પોસ્ટમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. તેના પતિ કરણ સિંહ ગ્રોવરે પણ બિપાશા સાથે રોમેન્ટિક પોઝ આપ્યા છે. બિપાશાએ બેબી બમ્પના ફોટા શેર કરતા એક લાંબી પોસ્ટ પણ લખી છે. અભિનેત્રીએ લખ્યું કે એક નવો સમય, નવો તબક્કો… એક નવી રોશનીએ અમારા જીવનને નવો જ શૅડ આપ્યો છે. આ પહેલાં કરતાં પણ વધુ સંપૂર્ણ લાગી રહ્યું છે. અમે અલગ-અલગ અમારું જીવન શરૂ કર્યું હતું અને પછી અમે એકબીજાને મળ્યા અને અમે ત્યારથી સાથે છીએ.’ બિપાશાએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે ‘માત્ર બે લોકો માટે આટલો પ્રેમ વધુ પડતો છે. આ વાત અમને અન્યાયી લાગતી હતી અને આથી જ હવે અમે બેમાંથી ત્રણ થવાના છીએ. અમારું બાળક જલ્દીથી આવશે.
કેવી રીતે મળ્યા બિપાશા અને કરણ
તમને જણાવી દઈએ કે બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરના લગ્ન એપ્રિલ 2016માં થયા હતા. બંને પહેલીવાર તેમની ફિલ્મ ‘અલોન’ના સેટ પર મળ્યા હતા, જ્યાંથી તેમના પ્રેમની શરૂઆત થઈ હતી. બંનેએ 2015 માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું અને એક વર્ષ પછી લગ્ન કર્યા. ચાહકો પણ બંનેની જોડીને પસંદ કરે છે અને હવે તેઓ લગ્નના છ વર્ષ બાદ પહેલીવાર માતા-પિતા બનવા જઈ રહ્યા છે.