Business

આ છે દુનિયાનો સૌથી અમીર કેદી, મહિનાઓ સુધી આખું પાકિસ્તાન બેસીને ખાઈ શકે એટલી મિલકત છે!

નવી દિલ્હી: દુનિયામાં એક એવો કેદી પણ છે જેની પાસે એટલી સંપત્તિ છે કે પાકિસ્તાન જેવા બે-ચાર દેશો મહિનાઓ સુધી કોઈ પણ કામ ધંધો કર્યા વિના બેસીને ફ્રીમાં ખાઈ શકે છે. આ કેદી ભારતના પાડોશી દેશમાં ચીન સાથે કનેક્શન છે.
તાજેતરમાં ક્રિપ્ટો વિશ્વમાં જાણીતું નામ અને વૈશ્વિક ક્રિપ્ટો એક્સચેન્જ બિનાન્સ (Binance) ના ફાઉન્ડર ચાંગપેંગ ઝાઓ (Changpeng Zhao) ને 4 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. અમેરિકન કોર્ટે તેને મની લોન્ડરિંગ વિરોધી કાયદા અને પ્રતિબંધોના ઉલ્લંઘન બદલ સજા ફટકારી છે. આ સજા સાથે તેના નામે એક એવો રેકોર્ડ નોંધાયો છે જે ભાગ્યે જ કોઈને પસંદ હશે.

અબજો ડોલરની સંપત્તિના માલિક ચાંગપેંગ ઝાઓ દુનિયાના સૌથી અમીર કેદી બની ગયા છે. તમને જણાવી દઈએ કે ઝાઓ કેનેડિયન બિઝનેસમેન, ઈન્વેસ્ટર અને ચાઈનીઝ મૂળના સોફ્ટવેર એન્જિનિયર છે.

બ્લૂમબર્ગ અનુસાર બિનાન્સના ફાઉન્ડર ચાંગપેંગ ઝાઓની કુલ નેટવર્થ લગભગ $36.4 બિલિયન છે. તે બ્લૂમબર્ગ બિલિયોનેર્સની યાદીમાં 42માં સ્થાને છે. ફોર્બ્સની યાદીમાં તે $33 બિલિયન સાથે 50માં સ્થાને છે. ચાંગપેંગ ઝાઓ લગભગ $43 બિલિયનની સંપત્તિ ધરાવે છે. બિટકોઈનના મોટા ખેલાડીઓમાંના એક ચાંગપેંગ એ આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી મોટા એક્સચેન્જની બિનાન્સનો ફાઉન્ડર છે. આ કંપનીમાં તે 90 ટકા હિસ્સો ધરાવે છે.

ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ બિનાન્સના ફાઉન્ડર અને ભૂતપૂર્વ સીઈઓ ચાંગપેંગ ઝાઓને યુએસ એન્ટી-મની લોન્ડરિંગ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ સજા ફટકારવામાં આવી છે. તેના પર 4.32 અબજ ડોલર એટલે કે લગભગ 36,068 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

તેના પર હમાસ, અલ-કાયદા અને ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓને ફાયદો પહોંચાડવાનો આરોપ છે. તેમના પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. દંડની સાથે તેણે યુએસ કોમોડિટી ફ્યુચર્સ ટ્રેડિંગ કમિશનને $50 મિલિયનનો દંડ પણ ચૂકવ્યો છે.

ક્રિપ્ટો માર્કેટમાં જાણીતા નામ ચાંગપેંગ ઝાઓને લોકો CZ તરીકે ઓળખે છે. બ્લૂમબર્ગ અનુસાર ઝાઓની કુલ સંપત્તિ 43 બિલિયન ડોલર એટલે કે લગભગ 3.59 લાખ કરોડ રૂપિયા છે. આટલી સંપત્તિ સાથે તે દુનિયાની સૌથી અમીર કૈદી બન્યો છે. તેની પાસે એટલી સંપત્તિ છે કે જો પાકિસ્તાનને મળી જાય તો શાહબાઝ સરકારની સમસ્યાઓ દૂર થઈ જાય.

પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે તાજેતરમાં ફરી એકવાર IMF પાસેથી લોનની માંગણી કરી છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન પર ભારે દેવું છે. બિઝનેસ રેકોર્ડના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન સરકારને વર્ષ 2024માં દેશ ચલાવવા માટે 40 બિલિયન યુએસ ડોલરની જરૂર છે. એટલે કે ઝાઓની સંપત્તિ આખું વર્ષ પાકિસ્તાનને ખવડાવી શકે છે.

Most Popular

To Top