બીલીમોરા: (Bilimora) બીલીમોરાની ત્યકતાને કહેવાતા બિલ્ડરે (Builder) ઇન્ટરીયર ડિઝાઇનનું કામ આપવાની લાલચે પટાવી ફોસલાવી તેણીની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ કરતા ભોગ બનનારે પોલીસ ફરિયાદ (Police Complaint) નોંધાવી છે. બિલ્ડરે દુષ્કર્મ (Abuse) કરતી વખતે ઉતારેલી ક્લીપ વાયરલ કરી દેવાની ધમકી આપી અનેક વખત ત્યકતાને ભોગવી હતી.
- બીલીમોરાના બિલ્ડરે લગ્નની લાલચ આપી ત્યક્તાને ગર્ભવતી બનાવી તરછોડી દીધી
- પત્ની સાથે બનતું નહીં હોવાથી પોતે તેની સાથે છૂટાછેડા લઈ લેશે તેમ જણાવ્યું
- બિલ્ડરે ઇન્ટરીયર ડિઝાઇનનું કામ આપવાની લાલચે ત્યકતાને પટાવી દુષ્કર્મ કરી ક્લીપ પણ ઉતારી
- વીડિઓ રેકોર્ડિંગ વાયરલ કરી દેવાની ધમકી આપી અનેક વખત ત્યકતાને ભોગવતા ધરપકડ
બીલીમોરાની ત્યકતા ઇન્ટીરીયર ડીઝાઇનર છે. વર્ષ 2021 માં તેણીના અમદાવાદ રહેતા પતિ સાથે મનમેળ નહીં બેસતાં છૂટાછેડા થયા હતા. ત્યારબાદ તે આ કહેવાતાં બિલ્ડર હર્ષલ પ્રકાશ પાંડવ (ઉ.30 રહે સાનિધ્ય એપાર્ટમેન્ટ, સોમનાથ રોડ, બીલીમોરા) સાથે સંપર્કમાં આવી હતી, હર્ષલે તેના વિવિધ બાંધકામોના પ્રોજેક્ટોમાં ઇન્ટીરીયર ડીઝાઇનિંગનું કામ આપવાનો ઝાસો આપી મિત્રતા કેળવી હતી.
પોતે સાધન સંપન હોવાનું કહી પોતાની પાસે મર્સિડીઝ અને બીએમડબ્લ્યુ જેવી મોંઘી કાર હોવાનું જણાવી પોતાને ફરવાનો ખૂબ શોખ હોવાથી સાથે ફરવા આવવા માટે દબાણ કરતા ત્યકતાએ તેને પોતાની પત્ની સાથે ફરવા જવાનું કહ્યું હતું. પણ પત્ની સાથે બનતું નહીં હોવાથી તે પોતે તેની સાથે છૂટાછેડા લેવાનું બિલ્ડરે જણાવી હું તારી સાથે જ લગ્ન કરવાની વાત કરી તેની મરજી વિરુદ્ધ બળજબરી પૂર્વક તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. અને તેનું વીડિઓ રેકોર્ડિંગ પણ બિલ્ડરે કરી લીધું હતું. જેને પગલે ભોગ બનનાર ત્યક્તાએ હર્ષલ પ્રકાશ પાંડવ વિરુદ્ધ બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ ટી.એ.ગઢવીએ ત્યક્તાની ફરિયાદના આધારે હર્ષલ પાંડવની અટકાયત કરી તેને સબ જેલમાં મોકલી આપ્યો છે.
બિલ્ડરે અનેક વખત ગર્ભપાત કરાવ્યો
બિલ્ડર હર્ષલ પાંડવે અનેક વખત ત્યક્તા ઘરે એકલી હોઈ ત્યારે અને મુંબઇની હોટલોમાં લઇ જઇ ઉતારેલી અંગત પળોની ક્લીપ વાયરલ કરી દેવાની ધમકી આપી લેધરના બેલ્ટથી મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી અનેક વખત શરીર સંબંધ બાંધતા ચાર વખત ગર્ભવતી બનેલી ત્યક્તાનું હર્ષલ પાંડવે જબરજસ્તીથી ગર્ભપાત પણ કરાવ્યું હતું.