National

બિહારમાં જજ પણ સુરક્ષિત નથી! ગાડી સાથે વાહન અથડાતા ઝઘડો થતાં બે જજ પર હુમલો થયો

નવી દિલ્હી: બિહારમાં (Bihar) અપરાધનું પ્રમાણ વઘુ જોવા મળે છે. પણ આ અપરાધ ન્યાય આપનાર જજ સુધી પણ પહોંચશે તેવું કોઈએ પણ વિચાર્યું ન હશે. જો કે બુધવારના રોજ જે ધટના ધટી છે તેના જોતા લાગે છે ન્યાય આપનાર જજ પણ હવે બિહારમાં સુરક્ષિત નથી. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે બિહારના સાસારામ સિવિલ કોર્ટના 2 જજ પર હુમલો થયો હતો. આ ઉપરાંત તેઓનું ગળું પણ દબાવવામાં આવ્યું હતું. અને આ ઝધડા પાછળનું કારણ માત્ર એક ગાડી હતી. જાણકારી મુજબ માત્ર ગાડી ઉભી રાખતા સામેથી આવતી બાઈકે ગાડીને ટકકર મારી બાઈક સવાર સાથે વાત કરતા તેઓ આક્રમક બન્યા અને પછી તેઓએ જજ સાથે મારપીટ કરી હતી.

આ મામલે પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે. જજ રામચંદ્ર પ્રસાદ અને દેવેશ કુમારે એફઆઈઆર નોંધાવી છે. જાણકારી મુજબ રામ ચંદ્ર પ્રસાદ, પાંચમા સબઓર્ડિનેટ જજ-કમ-એડીશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ છે, જ્યારે બીજા જજ દેવેશ કુમાર ચોથા સબઓર્ડિનેટ જજ-કમ-એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ છે.

જાણો શું છે સમગ્ર મામલો
બિહારના સાસારામમાં બેદા ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ પર સાંજના લગભગ 7.20 વાગ્યે બંને જજ પેટ્રોલ લેવા ગયા હતા. પેટ્રોલ ભરાવ્યા પછી તેઓ ત્યાં પાસેની દુકાને વસ્તુ લેવા માટે ઉભા રહ્યાં હતા. આ સમયે એક બાઈક પર બે લોકો આવ્યાં અને તેઓની ગાડીને ટક્કર મારી હતી. આ અંગે જજે તેઓ સાથે વાત કરતા બાઈક સવાર લોકો આક્રમક થઈ ગયા અને ચાવી કાઢીને તેઓ આક્રમક બની ગયા. આ જ સમયે બીજો એક માણસ આવ્યો અને તેઓ સાથે મારામારી કરવા લાગ્યો હતો. વિરોધ કરવા પર એક એક જજનો હાથ પકડી લીધો તો બીજાએ ગળું દબાવી દીધું. આસપાસના લોકોએ આ ધટનાને જોતાં જ તેઓએ આ ધટનાને થાળે પાડી અને અનહોની થતા ટાળી હતી.

ન્યાયાધીશોએ આ ઘટના અંગે નગર પોલીસ સ્ટેશનને જાણ કરી, ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંને હુમલાખોરોની ઘટના સ્થળેથી ધરપકડ કરી. મુફસિલ પોલીસ સ્ટેશનના વડાએ જણાવ્યું કે આ કેસમાં પેટ્રોલ પંપના માલિક રમાકાંત સિંહ ગામ બેડાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય પકડાયેલ વ્યક્તિનું નામ શાંતનુ છે અને તે પણ બેડા ગામનો છે. આ ઘટના પર ચિંતા વ્યક્ત કરતા રોહતાસ બાર એસોસિએશનના પ્રમુખ રાજેશ કુમારે કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે શહેરમાં ખરાબ ટ્રાફિક વ્યવસ્થા અને બેકાબૂ બાઇક સવારો સમસ્યા બની ગયા છે.

Most Popular

To Top