National

પૂણેમાં પાકિસ્તાની નાગરિક છેલ્લા 8 વર્ષથી ઓળખ છુપાવીને રહેતો હતો

નવી દિલ્હી: પૂણેમાંથી એક ચોંકાવનારી વાત સામે આવી છે. જાણકારી મુજબ મહારાષ્ટ્રના આઈટી હબ ગણાતા પૂણેમાંથી પોલીસે એક એવા વ્યકિતની ધરપકડ કરી છે જે અહીં છેલ્લાં 8 વર્ષથી રહી રહ્યો છે. જો કે ચોંકાવનારી વાત એ છે કે તે પાકિસ્તાનનો રહેવાસી છે અને તે પોતાની ઓળખ છુપાવીને છેલ્લાં 8 વર્ષથી અહીં રહેતો હતો. પોલીસને પણ આ અંગેની જાણ થતાં ચોંકી ઉઠી હતી. જો કે હાલ તે પોલીસની નજર હેઠળ છે.

પોલીસે આ શખ્સની ધરપકડ કરી છે તેમજ તેની તપાસ કરવામાં આવી રહી છે. તેની પાસેથી બે પાસપોર્ટ મળી આવ્યાં છે જેમાંથી એક પાસપોર્ટ ભારતનો તો એક પાકિસ્તાનનો છે. આ પાસપોર્ટના સહારે તે દુબઈ સુધી જઈ આવ્યો છે. આ પ્રુફના આધારે તેની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસ પાસેથી જાણકારી મળી આવી છે કે આ શખ્સનું નામ મોહમ્મગ અનસ છે. અને તે પાકિસ્તાનનો રહેવાસી છે તે પૂણેમાં પોતાની ઓળખ છુપાવીને છેલ્લાં 8 વર્ષથી રહેતો હતો. પોલીસે જણાવ્યું કે અનસની પૂણેના ખડક એરિયામાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત તે પહેતા પૂણેના જાણીતા એરિયા ભવાની પેઠ વિસ્તારમાં રહેતો હતો. તે આ વિસ્તારમાં વર્ષ 2015થી રહેતો હતો.

પોલીસ હવે એ તપાસમાં લાગી છે કે આટલા લાંબા સમયથી અનસ પૂણેમાં શું કરી રહ્યો હતો તેમજ તેનું મકસદ શું છે. તે કોના કોના સંપર્કમાં છો. અનસ સામે પાસપોર્ટ એક્ટની કલમો હેઠળ ફોરેનર્સ એક્ટની કલમ 14 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. પૂણે પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે સ્પેશિયલ સેલને માહિતી મળી હતી કે ખડગ વિસ્તારમાં એક પાકિસ્તાની નાગરિક ગેરકાયદેસર રીતે રહે છે. જે બાદ જ્યારે આ વિસ્તારમાં તપાસ કરવામાં આવી ત્યારે પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી પાસપોર્ટ પણ મળી ગયો છે, ભારતીય પાસપોર્ટ પણ મળી ગયો છે. અને તેની ધરપકડ પણ કરવામાં આવી છે. તે અહીં કેવી રીતે આવ્યો અને તેને ભારતીય પાસપોર્ટ કેવી રીતે મળ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top