બિહારના એક ગામનો કઠિયારો રાતોરાત બન્યો કરોડપતિ

બિહારના (Bihar) કિશનગંજ ગામમાં (Kishangang Village) એક કઠિયારો (Hardy) રાતોરાત કરોડપતિ (Millionaire) બની જતા તે ચર્ચાનો વિષય બની ગયો છે. જો કે આ બાબત અંગે ગામમાં ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી રહી છે. ત્યાં સ્થિત ગ્રામજનોના મત મુજબ કઠિયારો લતીફ (Latif) તેમજ તેનો પુત્ર ઉબેલુદલને 15 દિવસ અગાઉ કશેથી પૈસાનો ખજાનો મળ્યો હતો. જેના કારણે તે રાતોરાત અમીર થઈ ગયો. ત્યાં ઘણાં લોકોનું માનવું છે કે તેણે લોટરીની ટીકિટ (Lottery ticket) ખરીદી (Purchase) હતી જેમા તેણે 1 કરોડ રૂપિયા જીત્યા અને તે અમીર થઈ ગયો. જો કે તેના અમીર બનવા પાછળ કોઈ ઠોસ પુરાવાઓ મળી આવ્યા નથી. હવે આ મામલો એસડીએમ (SDM) પાસે પહોંચ્યો છે. તેઓએ આ બાબતને ગંભીર પણે લઈ તપાસ માટેના આદેશો આપી દીધા છે.

  • કઠિયારો લતીફ તેમજ તેનો પુત્ર ઉબેલુદલને 15 દિવસ અગાઉ કશેથી પૈસાનો ખજાનો મળ્યો
  • મામલો એસડીએમ પાસે પહોંચ્યો, તેઓએ આ બાબતને ગંભીર પણે લઈ તપાસ માટેના આદેશો આપી દીધા છે
  • ગામમાં જોર પકડાતા તેમજ કાનૂનના દાવપેચમાં પડવા માંગતો ન હોવાથી અંડરગ્રાઉડ થઈ ગયા

ગામના લોકો આ કઠિયારાના રાતોરાત કરોડપતિ બનવાની બાબતથી ચોંકી ઉઠયા હતાં. તેમજ આ બાબતે ગામમાં જોર પકડતા તેઓ અંડરગ્રાઉડ થઈ ગયા હતાં. કરોડપતિ બન્યાબાદ તેણે પોતાના સંબંધીઓને સાત બાઈક ભેટ સ્વરૂપે આપી હતી. આ સાથે તેણે બીજી જમીનની ખરીદી સાથે પાકકા ધરનું નિર્માણ પણ કર્યું હતું.

મળતી માહિતી મુજબ બિહારમાં લોટરીના વેચાણ ઉપર પ્રબંધ છે. તેથી તેણે બંગાળથી લોટરી ખરીદી હતી. કઠિયારો કાનૂનના દાવપેચમાં પડવા માંગતો ન હતો તેથી તે અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. પોલીસ તેઓની શોધખોળ કરી રહી છે. તેઓની ધરપકડ બાદ જ આ અંગેની યોગ્ય જાણકારી મળી શકશે.

કિશનગંજના એસડીએમ શાહનવાઝ અહેમદ નિયાઝીએ કહ્યું કે આવકવેરા વિભાગ અને ઇડી દ્વારા આ અંગે યોગ્ય તપાસ હાથ ઘરવામાં આવશે. આ સાથે જ તેઓએ કહ્યું કે જો મની લોન્ડરિંગનો મામલો સામે આવશે તો તેની પાછળ છુપાયેલા તમામ લોકોના પર્દાફાશ કરી યોગ્ય પગલા લેવામાં આવશે. હાલમાં આ મામલો કિશનગંજમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

Most Popular

To Top