National

ગેસ સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો, મોદી સરકારે આપી મોટી રાહત

નવી દિલ્હી: બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે સબસિડીની રકમ વધારવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતાં જાહેરાત કરી હતી કે અગાઉની 200 રૂપિયાની સબસિડીને બદલે હવે 300 રૂપિયાની સબસિડી મળશે. તેથી LPG સિલિન્ડરની કિંમત હવે ઉજ્જવલાના લાભાર્થીઓ માટે 600 રૂપિયા થશે.

જો કે આ પહેલા પણ રક્ષાબંધનના અવસર પર સરકારે એલપીજી સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો કર્યો હતો. તે સમયે ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે સબસિડી વધારીને 400 રૂપિયા કરવામાં આવી હતી. હવે સબસિડી 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરવામાં આવી છે.

દિલ્હીના ઉજ્જવલા લાભાર્થીઓ માટે કિંમત
ગયા મહિને સપ્ટેમ્બર 2023 માં, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી સિલિન્ડર પર આપવામાં આવતી સબસિડી 200 રૂપિયાથી વધારીને 400 રૂપિયા કરવામાં આવી હતી, ત્યારે રાજધાની દિલ્હીમાં 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 1103 રૂપિયા હતી, પરંતુ ઉજ્જવલાના લાભાર્થીઓ માટે તે 703 રૂપિયા થઈ ગઈ હતી. હવે 200 રૂપિયાના બદલે 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે, જેથી સબસિડીવાળા સિલિન્ડરની કિંમત ઘટીને 603 રૂપિયા થઈ ગઈ છે. સામાન્ય નાગરિકો માટે દિલ્હીમાં સિલિન્ડરની કિંમત 903 રૂપિયા છે.

9.60 કરોડ છે ઉજ્જવલા લાભાર્થીઓની સંખ્યા
પીએમ ઉજ્જવલા યોજના 1 મે 2016 ના રોજ શરૂ કરવામાં આવી હતી અને યોજના હેઠળ, લાભાર્થીઓને પ્રથમ વખત મફત ગેસ સિલિન્ડર અને ગેસ સ્ટોવ આપવામાં આવે છે. હાલમાં તેના લાભાર્થીઓની સંખ્યા 9.60 કરોડ છે. રક્ષાબંધનના અવસર પર એલપીજી સિલિન્ડર પર સબસિડીમાં વધારો કરવાની જાહેરાત સાથે કેન્દ્ર સરકારે વધુ 75 લાખ લાભાર્થીઓને ઉમેરવાની મંજૂરી આપી હતી. આ વધારા બાદ દેશમાં ઉજ્જવલા લાભાર્થીઓની સંખ્યા વધીને 10 કરોડ 35 લાખ થઈ જશે.

સામાન્ય નાગરિકો માટે આટલી છે સિલિન્ડરની કિંમત
ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને એલપીજી સિલિન્ડર પર રાહતનો લાભ મળ્યો સાથે તેના લાભ રૂપે સામાન્ય નાગરિકો માટે પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ પછી દિલ્હીમાં સામાન્ય નાગરિકો માટે 14.2 કિલોના સિલિન્ડરની કિંમત 1103 રૂપિયાથી ઘટીને 903 રૂપિયા થઈ ગઈ છે. દેશના મોટા શહેરોની વાત કરીએ તો મુંબઈમાં 902.50 રૂપિયા, ચેન્નાઈમાં 918 રૂપિયા, કોલકાતામાં 929 રૂપિયા, કાનપુરમાં 918 રૂપિયા, પ્રયાગરાજમાં 956 રૂપિયા, ભોપાલમાં 908.50 રૂપિયા, જયપુરમાં 906.50 રૂપિયા, પટનામાં 1001 રૂપિયા અને રાયપુરમાં 974 રૂપિયામાં એક સિલિન્ડર ઉપલબ્ધ છે.

Most Popular

To Top