૨૦૦૦ ની નોટ ચલણમાંથી ન્યાત બહાર મુકાઈ ગઈ ને, ખાસ્સો સમય વહી ગયો, પણ ક્યાંક ક્યાંક હજુ પડઘાયા કરે..! ૫૦૦-૧૦૦૦ ની નોટ અચાનક બંધ થયેલી ત્યારે ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચ જેટલી જે મઝા આવેલી, એટલી ૨૦૦૦ ની નોટ વખતે નહિ આવી. ભૂકંપ આવે ને મોટી-મોટી ઈમારત ભૂગર્ભમાં ચાલી જાય, પર્વત રસાતાળ થઇ જાય ને દરિયો અસ્તિત્વ ગુમાવે એવું સાંભળેલું. રતનજી જાણે કેવો ચલણી ભૂકંપ આવ્યો હશે તે, આખેઆખું પરચુરણ ક્યાંક ગરકાવ થઇ ગયું. મોટી-મોટી નોટ જ દેખાય, રૂપિયા નીચેનાં ચીલ્લર તો જાણે પાતાળમાં ચાલી ગયાં. ચિલ્લરના ફોટા જ જોવાના..! ભિખારી પાસે પરચુરણની ભીખ માંગવી પડે બોસ..!
જે લોકો બેંકને ખોખલી કરી ગયાં હોય, એમણે તો પરચુરણ ઉઠાવ્યું જ ના હોય..! જે હોય તે..! અમુક તો પૂરું પરચુરણ જોયા વિના જ પૃથ્વીસ્થ મટીને દેવસ્થ થઇ ગયાના દાખલા છે. ઉપર ગયા પછી મરનારને પરચુરણનાં નામ બોલવા ચિત્રગુપ્ત આગ્રહ નહિ રાખતાં હોય તો સારું, નહિ તો ગેંગે-ફેંફે થઇ જાય. રૂપિયાની નીચેનું પરચુરણ ખુદ રૂપિયાએ જ નહિ જોયું હોય તો એ શું કાંદો જવાબ આપવાનો..? જેટલાં ગયા એટલાએ, પરચુરણના ફોટા જ જોયા હોય, બાકી હરામ્મ્મ્મ બરાબર જો ચિલ્લરનો કોઈએ પૂરો સાક્ષાત્કાર કર્યો હોય તો..! છેવાડાના માનવી જેવી, છેવાડાના ચલણની દશા છે યાર..! અહી કિંમત હોય તો વોટની છે, ને નોટની છે, ચીલ્લરે તો ચૂંઉઉઉઉ નહિ કરવાનું..!
ચિલ્લર છે મામૂ..! એના ભટકેલ ભેજામાં એવું પણ આવ્યું હોય કે, નોટ પણ બની ઠનીને રૂપલલના જેવી ચલણમાં આવી છે, તો દૂર રહેવું સારું..! એને સંસ્કારી સોબત નહિ કહેવાય. લોકોએ ચિલ્લર છોડીને નોટને બાહુપાશમાં લઇ લીધી અને ગજવે પણ ભરવા માંડી. પરચુરણની પથારી એમાં ફરી ગઈ. બાકી ‘નોટ-બંધી’ જેવી ‘પરચુરણ-બંધી’ ક્યારેય આવી નથી. જે અવાજ કરે એની જાહેરમાં આવી જ દશા થાય..! નોટ ક્યારેય અવાજ કરતી નથી, એટલે તો સામ્રાજ્ય વધારતી ગઈ..! લોકોને ખબર પડી ગઈ કે, જેની અંદર ગાંધી, એને આવે નહિ આંધી..!
માણસની માફક ચિલ્લર પણ છેવાડાનું ચલણ બની ગયું..! ચૂરણ અને પરચુરણમાં આ તફાવત છે. હમણાં ચૂરણની વાત કરો તો ઘરઘરથી ચૂરણનાં ડબલાં નીકળે. પણ પરચુરણના ઢગલા નહિ નીકળે..! અમુકનાં પેટ તો રોટલા કરતાં ચૂરણથી જ વધારે ફૂલેલા હોય. એવી કોઈ હોજરી નહિ હોય કે, જેના પેટમાં ચુરણનો મસાલો નહિ હોય..! અમુક-અમુક તો ચૂરણના ચારેય પ્રહ૨ના બંધાણી. તે પણ ભાત-ભાતના ને સ્વાદ-સ્વાદના..! શરૂઆત કબજિયાતના ચૂરણથી કરે. ઘરમાં પહેલું ડબલું એનું આવે..! બાકી ભ્રષ્ટાચાર નાબૂદી સિવાય દરેક મામલાનું ચૂરણ હાજરાહજૂર હોય. મોંઘવારી ઘટાડવાનું ચૂરણ આવ્યું નથી, પરચુરણ હતું પણ અલોપ થઇ ગયું.
આજે જ્યાં પણ નજર દોડાવો ત્યાં, ભૂખ લાગે તેનું ચૂરણ, ભૂખ ભગાડે તેનું ચૂરણ, ખાધેલું પચાવે તેનું ચૂરણ ને ખાધ વધારે તેનું પણ ચૂરણ.! લોટો લઈને દોડવાનું ચૂરણ ને લોટાબંધીનું પણ ચૂરણ.! સરકાર એવી શુકનિયાળ નીકળી, કે દારૂબંધીની માફક લોટાબંધી દાખલ કરી હોય એમ, ઘરમાં જ શૌચાલયની સુવિધા એવી કરી આપી કે, લોટો ઢોળાય, છલકાય કે ખોવાયાની ઝંઝટ જ નહિ. ઘરમાં જ કાશી ને ઘરમાં જ મથુરા..!અમુકે તો મેઇક ઇન્ડિયા બનાવટના ‘વેસ્ટર્ન ટોઇલેટ’ પણ લગાવ્યા. ભલે વેસ્ટર્ન ટબ ઉપર દેશી સ્ટાઈલમાં ‘ટબાસન’ જમાવે, પણ ભારતીય સંસ્કૃતિ નહિ છોડે. વળગેલા રહે. એને દેશપ્રેમી પણ કહી શકાય..!
એક વાત છે બકા..! મેળામાં છોકરું ખોવાઈ જાય, તો મા-બાપ હાંફળાં-ફાંફળાં થઇ જાય. પણ ભારતના બજારમાંથી પરચુરણ ગુમ થઇ ગયું, છતાં કોઈનો ગલ્લો ખડખડાટ કરતો નથી. ખુરશીઓ હાલતી નથી. કોઈ કહેતું નથી કે, ‘ક્યાં ખોવાણું પરચુરણ મારું, કોઈ તો પાછું આપો..!’ અસ્સલ કેવાં ચાંદી છાપના રૂપિયાવાળા પૂર્વજો હતાં ? દિવસે તો જાગતાં, રાતે ય જાગીને ‘ ચાંદીના રૂપિયા ‘ ખડિંગ-ખડિંગ ‘ કરાવતાં. એ બહાને પરિવારનું ધ્યાન દોરતા કે, હજી ડોહામાં દમ છે. છોકરાઓને પાક્કું થતું કે, બાપા પાસે માલપાણી તો છે.
એટલે, ડોસા સાથે ‘ ટેએએસી ‘ નહિ કરવાની..! પરસ્પરનો આદર જળવાઈ જતો. એ જમાનામાં વૃધ્ધાશ્રમ નહિ ખૂલતા એનું કારણ કદાચ આવું પણ હોય..! બાકી એ વખતે પણ બધાં પાસે આપણા જેવી જ વાઇફો હતી, પણ સંયુકત કુટુંબની ભાવના ફૂલેલી ને ફાલેલી રહેતી..! આજે તો ભગવાન પણ નહિ દેખાય ને પરચૂરણ પણ નહિ દેખાય..! પરચુરણ જોવાં જ ના મળે તો ‘ ખડિંગ ‘ શું કાંદો કરવાના..? આપણને એવાં કોલંબસની આજે જરૂર છે કે, જે આપણી ધબુડી, પાવલી, પાંચકો, દશકો ને વિસકો શોધીને પાછો હાથમાં આપે.! જો કે રતનજીનું તો માનવું છે કે, અમેરિકા શોધવા જેટલું સરળ કામ નથી. કોલંબસ અમેરિકા શોધી શકે, પણ પરચુરણ નહિ શોધી શકે. સાલી પરચુરણની પણ શું માયા હતી…?
બર્ગર-પફ-પિઝા- પાણીપૂરી-ભેળપુરી ચટણીપુરીમાં વાઈફોને જે આંનદ આવતો, એનાથી વિશેષ આનંદ પતિ પાસેથી પરચુરણ પડાવવામાં આવતો. પતિદેવ ઘરમાં આવે, એટલે હસતાં હસતાં એને આગ્રહ કરીને ખુરશીમાં બેસાડે. પીવા માટે પાણી આપે. પછી થાળી પીરસાઈ જાય એટલે કહેતી, ‘ નાથ..! થાળી પીરસાઈ ગઈ. કપડાં ‘ ચેઈન્જ ‘ કરી લો. ખુરશીમાં બેસતી વેળા પછી પતિના ખિસ્સામાંથી જે પરચુરણ પડતું, તે પેલી ગૃહલક્ષ્મીનું..! બંને વચ્ચે આનંદ રહેતો. ‘’ એણે મને ઉલ્લુ બનાવ્યો અને મેં એને ઉલ્લુ બનાવી. ‘’ કારણ પેલો પણ સાચી નોટવાળો નહિ હોય, ખોટી નોટનો જ હોય..! છો ને પરચુરણથી રાજી થતી, મોટી નોટને તો ચોર ખિસ્સામા સંતાડી હોય..! રોજનું જ લાગ્યું હોય એટલે, બિચારાને બંદોબસ્તમાં તો રહેવું જ પડે ને…!
‘જો દિખતા હૈ ઉસે શેતાન
કહતે હૈ,
નહિ દિખતા ઉસે ભગવાન
કહતે હૈ
આના જેવું છે, અત્યારની ‘કરંટ’ પેઢીને પરચુરણની ખબર હોય તો પણ, પરચુરણને જોયું તો હોય જ નહિ. ભગવાનના ફોટાની માફક પરચુરણના દર્શન ફોટામાં જ કર્યા હોય. બાકી એક પૈસો પણ ગાડાના પૈડા જેટલો મોટો હોવાનો ઈતિહાસ અકબંધ છે..! લેંઘી ઊતરી ના જાય એ માટે કાણાવાળા પૈસાને રંગબેરંગી દોરીમાં ગૂંથી, હું કમરપટ્ટો પહેરતો. એ વખતે એક કાણાવાળા પૈસાની ઈજ્જત, આજની ૫૦૦ ની નોટ જેટલી હશે. અત્યારે કમરમાં ટણક મારે તો કાણાવાળો કમર પટ્ટો પહેરે, અમે કાણાવાળા પૈસાનો પટ્ટો શોખ માટે પહેરતા ને કમર પણ ટટાર રહેતી.
પેટ ઉપર એવો ગોઠવાઈ જતો કે, છાતી કે ખભા ઉપર સૈનિકો મેડલ લગાવીને ફરે, એમ અમે કાણાવાળા પૈસાનો કમરપટ્ટો કેડ ઉપર લગાવીને ફરતાં, એમાં પરચુરણનું અસ્તિત્વ ટકેલું રહેતું. જાને કહાં ગયે વો દિન..? દુ:ખ એ વાતનું છે કે, મોંઘવારી અલોપ થવાને બદલે, સાલું પરચુરણ અલોપ થઇ ગયું. જે દિવસે ૫૦૦ રૂપિયાને બદલે પાંચ કે દશ પૈસાનું પેટ્રોલ મળતું થશે, એ દિવસે રામરાજ્ય આવશે, એવો પ્રજાને વિશ્વાસ છે..! પરચુરણનું ચલણ ચાલુ કરવા કંઈક તો કરવું પડશે ને..? બાકી ઉંમરના નાકે આવ્યાં હોય એને જ સમજાય કે, ચૂરણ અને પરચુરણના ભેદ શું છે..? કાગળના રૂપિયાને તો જલસા જ છે. એનું અપહરણ થાય, પણ પરચુરણની જેમ હરણ નહિ થાય.
લાસ્ટ ધ બોલ
પહેલી સીટી એટલે વગાડે કે, સ્ત્રીનું ધ્યાન પોતાની બાજુ કેન્દ્રિત થાય.
બીજી સીટી એટલે વગાડે કે, સ્ત્રી અવાજ સાંભળીને આકર્ષિત થાય.
ને ત્રીજી સીટી એટલે વગાડે કે, સ્ત્રી અવાજ સાંભળીને પોતાની પાસે દોડી આવે..!
સાચું કહેજો, મારી આ વાતને તમે રોમેન્ટિક માની લીધેલી ને..?
સંસ્કારી છું યાર..!
હું તો કુકરની સિટીની વાત
કરું છું..!
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.