Business

ગૌતમ અદાણીને મોટો ફટકો, આ યાદીમાંથી તેની બે કંપનીઓ આઉટ

નવી દિલ્હી: ગૌતમ અદાણીને (Gautam Adani) મોટો ઝટકો લાગ્યો છે. અદાણી ગ્રુપની બે કંપનીઓને એમએસસીઆઈ ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાંથી (MSCI Global Standard Index) બહાર મુકી દેવામાં આવી છે. આ કંપનીઓ અદાણી ટ્રાન્સમિશન (Adani Transmition) અને અદાણી ટોટલ ગેસ (Adani Total Gas) છે. ઈન્ડેક્સ વતી કહેવામાં આવ્યું છે કે આ બંને કંપનીઓ પર આ નિર્ણય 31 મેના રોજ ટ્રેડિંગ (Treding) સમાપ્ત થયા પછી અસરકારક રહેશે.

MSCIએ જાહેર ક્ષેત્રના આ બજારમાં મુક્તપણે વેપાર કરી શકાય તેવા શેરોની સંખ્યા પર અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસ માટે તેના ઇન્ડેક્સની ગણતરીમાં ફેરફાર કર્યો છે. આ મોટો નિર્ણય ઈન્ડેક્સની ત્રિમાસિક બિઝનેસ સમીક્ષા બાદ લેવામાં આવ્યો છે.

આ વર્ષે અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગનો (Hindenburg) રિસર્ચ રિપોર્ટ બહાર આવ્યા બાદ ભારે નુકસાન સહન કરી રહેલા અદાણી ગ્રૂપ માટે આ એક મોટો ફટકો ગણી શકાય. સૌથી મોટી વાત એ છે કે આ ફટકો એવા સમયે પડ્યો છે જ્યારે હિંડનબર્ગ વમળમાંથી બહાર આવ્યા બાદ અદાણીની કંપનીઓના શેર રિકવર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

MSCI ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સ દ્વારા અદાણી જૂથની બે કંપનીઓને ઇન્ડેક્સમાંથી બાકાત રાખવાનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે જૂથ તેની ત્રણ કંપનીઓ દ્વારા ભંડોળ એકત્ર કરવાની તૈયારી કરી રહ્યું છે . એક અહેવાલ મુજબ અબજોપતિ ગૌતમ અદાણીના અદાણી જૂથની ત્રણ કંપનીઓ અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનએ $5 બિલિયન અથવા લગભગ રૂ. 40,000 કરોડ એકત્ર કરવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. હિંડનબર્ગ રિપોર્ટ બાદ ફંડ એકત્ર કરવાની દિશામાં અદાણી ગ્રુપનું આ મોટું પગલું છે. આવતીકાલે એટલે કે 13 મેના રોજ આ કંપનીઓના બોર્ડની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે અને તેમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.

આજે સુપ્રીમકોર્ટમાં અદાણી-હિડનબર્ગ વિવાદ મામલે સુનાવણી
શુક્રવારે 12 મેના રોજ સુપ્રીમ કોર્ટ અદાણી-હિંડનબર્ગ વિવાદ અંગે દાખલ કરાયેલી અરજીઓ પર પણ સુનાવણી કરશે. માર્ચમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલાની તપાસ માટે છ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી અને આ અંગેનો રિપોર્ટ સીલબંધ પરબીડિયામાં સુપ્રીમ કોર્ટને સુપરત કરવામાં આવ્યો છે.

જ્યારે સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગ રિપોર્ટમાં કરાયેલા આક્ષેપોની તપાસ માટે આર્થિક અને નાણાકીય વ્યવસ્થાપન પર નિષ્ણાતોની સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો ત્યારે અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ આ પગલાંને આવકાર્યું હતું. નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ અભય મનોહર સપ્રે આ સમિતિની અધ્યક્ષતા કરી રહ્યા છે.

Most Popular

To Top