રાજસ્થાન(RAJSTHAN)માં દારૂની દુકાનની હરાજી ચાલી રહી છે. આ જ ક્રમમાં હનુમાનગઢ જિલ્લાના કુઈયા ગામ માટે દારૂની દુકાનની બોલી લગાવાઈ હતી. દારૂની દુકાન (WINE SHOP) માટે બોલી 72 લાખથી શરૂ થઈ હતી અને સતત વધી રહી હતી. રસપ્રદ વાત એ છે કે આ વાઇનશોપનો કબજો મેળવવા માટે એક જ પરિવારની બે મહિલા(LADIES)ઓ વચ્ચે આવી હરીફાઈ થઈ હતી, અને એ પણ સવારે 11 વાગ્યાથી શરૂ થયેલી બોલી બપોરે 2 વાગ્યા સુધીમાં 510 કરોડ રૂપિયા પર પુરી થઈ હતી.
ગત વર્ષે 65 જ લાખમાં વેચાઇ હતી દુકાન
એવું કહેવામાં આવ્યું છે કે કુઈયા ગામની આ દારૂની દુકાન ગત વર્ષે માત્ર 65 લાખમાં વેચાઇ હતી. આ વર્ષે આ દારૂની દુકાનની બોલી (BID) 72 લાખથી શરૂ કરવામાં આવી હતી. કુઈયા ગામની એક જ કુટુંબની બે મહિલાઓ વચ્ચે આ દુકાન ખરીદવા ચર્ચા થઈ હતી. બિડિંગ સવારે 11 વાગ્યાથી શરૂ થઈ હતી, જે બપોરે 2 વાગ્યે 510 કરોડ રૂપિયા પર સમાપ્ત થઈ હતી. આટલી મોટી બોલી બાદ આબકારી અધિકારીઓ ના હાથ પગ ફૂલી ગયા છે.
510 કરોડની બોલી લગાવી
આબકારી વિભાગના અધિકારીઓએ બોલી બપોરે 2 વાગ્યે પુરી થયા બાદ આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. 510 કરોડની બોલી લગાવતી મહિલા કિરણ કંવરને દુકાનની કુલ કિંમતના બે ટકા બે દિવસમાં જમા કરાવવા જણાવ્યું છે. જો કે, આબકારી અધિકારીઓ હજી પણ આ બોલીને માનતા નથી. બોલી મુજબ, અધિકારીઓએ કિરણ કંવરની તરફેણમાં ફાળવણી પત્ર જારી કર્યો છે. આ ઉપરાંત વિભાગે એમ પણ કહ્યું છે કે જો બિડનો વિજેતા દુકાન નહીં લે તો તેને અહીંથી બ્લેક લીસ્ટ કરવામાં આવશે.
ગેહલોત સરકારે સિસ્ટમ શરૂ કરી
ખરેખર, રાજસ્થાનમાં પણ આ રીતે દારૂની દુકાનની બોલી લગાવવાનો લોકો વિરોધ કરી રહ્યા છે. જે દુકાન પાંચથી દસ લાખમાં વેચાઇ હતી તે આ વખતે પાંચથી દસ કરોડમાં વેચાય છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેએ તમામ બેરોજગારોને તક આપવા અને દારૂ માફિયાઓને ખતમ કરવા લોટરી સિસ્ટમ દાખલ કરી હતી, પરંતુ મુખ્યમંત્રી અશોક ગેહલોત 15 વર્ષ જુની સિસ્ટમનો અંત લાવ્યા બાદ ફરીથી દુકાનોની હરાજી કરી રહ્યા છે. સરકાર દ્વારા દારૂની દુકાનોના રાજસ્વથી હજારો કરોડો રૂપિયાની કમાણી થાય છે.