Top News

આ તારીખ સુધી અમેરિકાને કોરોના રોગચાળામાંથી સ્વતંત્રતા અપાવવાનું બિડેનનું લક્ષ્ય

વૉશિંગ્ટન, તા. ૧૨(પીટીઆઇ): અમેરિકી પ્રમુખ જો બિડેને જાહેર કર્યું છે કે ચોથી જુલાઇ, દેશના સ્વાતંત્ર્ય દિન સુધીમાં વિશ્વમાં કોરોનાવાયરસના રોગચાળાથી સૌથી ખરાબ અસરગ્રસ્ત એવા આ દેશને સામાન્ય સ્થિતિની લગભગ નજીક પહોંચાડવા માટે પહેલી મે સુધીમાં તમામ પુખ્ત વયના અમેરિકનોને કોવિડ-૧૯ની રસી આપવાને લાયક જાહેર કરવામાં આવશે.

૨૦ જાન્યુઆરીએ હોદ્દો સંભાળ્યો ત્યાર પછીના પોતાના પ્રથમ પ્રાઇમ ટાઇમ સંબોધનમાં ગુરુવારે બિડેને દેશને સૌથી ખરાબ આરોગ્ય કટોકટીમાંથી બહાર કાઢવા માટે એક મહત્વાકાંક્ષી યોજના બે આગામી તારીખોનો ઉપયોગ કરીને જાહેર કરી હતી જેમાં પહેલી મેએ તેઓ તમામ રાજ્યોને આદેશ આપશે કે તમામ પુખ્ત વયના અમેરિકનોને રસી આપવામાં આવે અને ચોથી જુલાઇએ તમામ અમેરિકનો રૂબરૂ હાજર રહીને સ્વતંત્રતા દિન ઉજવી શકે. આ લાંબા સખત સમય પછી આ સ્વતંત્રતા દિનને ખરેખર ખાસ બનાવવામાં આવશે, જ્યારે આપણે ફક્ત એક રાષ્ટ્ર તરીકે સ્વતંત્રતા દિન નહીં ઉજવીશું પરંતુ આ વાયરસમાંથી આઝાદીની ઉજવણી કરવાનું શરૂ કરીશું એમ તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું જે સંબોધન તેમણે ૧.૯ ટ્રિલિયનના કોરોનાવાયરસ રાહત પેકેજ પર હસ્તાક્ષર કર્યા તેના થોડા સમય પછી કર્યં હતું. તેમનું આ પ્રવચન એના એક વર્ષ પછી આવ્યું છે જ્યારે આ રોગચાળાને વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા વૈશ્વિક રોગચાળો જાહેર કરવામાં આવ્યો હતો.

પોતાના આ પ્રથમ પ્રાઇમ ટાઇમ સંબોધનમાં બિડેન એશિયન અમેરિકનો પરના હુમલાઓમાં થયેલા વધારા જેવા મુદ્દાઓ પર પણ બોલ્યા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top