મોડાસા: અરવલ્લી જીલ્લામાં સ્વચ્છ છબી ધરાવતા પોલીસવડા સંજય ખરાતના આગમન પછી જીલ્લા પોલીસતંત્ર વાઇબ્રન્ટ બન્યું છે જીલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન મથક પર મતદારો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીને ઝીંઝુડી મતદાન મથક પર ફરજ સોંપવામાં આવી હતી ત્યારે પોલીસકર્મી ફરજમાં બેદરકારી દાખવી.
મતદાન મથક પર હાજર ન હોવાનું પેટ્રોલિંગમાં નીકળેલ પીઆઈ પરમારના ધ્યાને આવતા ચોકી ઉઠ્યા હતા જે અંગે જીલ્લા એસપી સંજય ખરાતને રીપોર્ટ કરતા ચૂંટણી જેવી અગત્યની કામગીરીમાં બેદરકારી દાખવનાર પોલીસકર્મીને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દીધો હતો એસપીના આદેશના પગલે જીલ્લા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે.
ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો શૈલેશ માવજી નામના પોલીસકર્મીને ચૂંટણી દરમિયાન સોંપવામાં આવેલી ફરજમાં બેદરકારી દાખવવી ભારે પડી હતી અને સસ્પેન્ડ કરવાનો વારો આવ્યો હતો ભિલોડા પોલીસ કોન્સટેબલ શૈલેષ માવજીને ઝીંઝુડી મતદાન મથક પર ફરજ સોંપવામાં આવી હતી ત્યારે નીષ્ઠાપુર્વક ફરજ બજાવવાના બદલે હોમગાર્ડ જવાનના ભરોશે.
મતદાન મથક છોડી ક્યાંક જતો રહ્યો હતો પીઆઈ પરમાર ઝીંઝુડી મતદાન મથક પર પહોંચ્યા હતા અને સ્થળ પર ફરજ બજાવતો પોલીસ કોન્સટેબલ હાજર ન હોવાથી પોલીસકર્મીની ગંભીર બેદરકારી સામે આવતા ચોંકી ઉઠ્યા હતા અને આ અંગે જીલ્લા પોલીસવડા સંજય ખરાતને રીપોર્ટ કરતા એસપીએ તાત્કાલીક અસર થી સસ્પેન્ડ કરી
દીધો હતો.