વડોદરા : ધંધુકામાં વિધર્મીઓ દ્વારા ભરવાડ સમાજના યુવાનની કરાયેલ હત્યાના બનાવના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.હિન્દૂ સંગઠનો દ્વારા આરોપીઓ સામે કડકમાં કડક પગલાં લેવા રસ્તા પર ઉતરી આવી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.ત્યારે વડોદરા શહેર વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ,હિન્દુ જાગરણ મંચ અને શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ઉગ્ર સુત્રોચાર સાથે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ભવિષ્યમાં કોઈ વ્યક્તિ આવું કૃત્ય કરવાનું વિચાર સુદ્ધા ના કરે તેવી હત્યામાં ઝડપાયેલા આરોપીઓને કડકમાં કડક સજા કરવા માંગણી કરી હતી.
ગુજરાતના ધંધુકા ખાતે સોશિયલ મીડિયામાં ધર્મ અંગેની પોસ્ટ બદલ ધર્મઝનૂની વિધર્મીઓએ ગત તા 25 ના રોજ કિશન ભરવાડ નામના વ્યક્તિની હત્યા કરી હતી.જે હત્યાના બનાવમાં પોલીસે હત્યારાઓની સાથે બે મૌલવીની પણ અટકાયત કરી છે.અને હાલ તપાસ ચાલી રહી છે.જોકે આ બનાવ પરથી સ્પષ્ટ થાય છે કે ઈસ્લામિક ધર્મઝનૂનીઓ કારણે યુવકની હત્યા થઈ છે અને તેની માટે ઈસ્લામિક વિચારધારા જવાબદાર છે.ગોધરા ટ્રેન હત્યાકાંડ,અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ, ગુજરાતના નેતાઓની હત્યાનું ષડયંત્ર તથા રથયાત્રા પર હુમલાના કાવતરાખોર અંગેના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.અન્ય દેશોમાં લોકોના રક્ષણ માટે ઈસ્લામિક ધર્મઝનૂનીઓ સામે મજબૂત કાયદા ઘડાયા છે.જેથી ભારત દેશમાં પણ ઈસ્લામિક કટ્ટરતાને નાથવા વિશિષ્ટ કાયદો ઘડવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે.ત્યારે સોમવારે વડોદરા શહેરના વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિંદુ જાગરણ મંચ તેમજ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અગ્રણી અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં એકત્ર થઇ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા.જ્યાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.અને કસુરવારો સામે કઠોર કાર્યવાહી કરવા તથા ઈસ્લામિક ધર્મનું હતા નિયંત્રિત કરવા વિશેષ કાયદો બનાવવા માંગણી કરી હતી.હિન્દુ સંગઠનોના અગ્રણીઓએ જણાવ્યું હતું કે ધંધુકાના સ્વર્ગસ્થ કિશનભાઇ ભરવાડ નું વિધર્મીઓએ જાહેરમાં ગોળી મારીને કરપીણ હત્યા કરી છે. અને ભૂતકાળમાં સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટ બાબતે બબાલ થતા કાનૂની કાર્યવાહી અને ત્યાર બાદ સમાધાન થયું હોવા છતાં જાતિગત ધાર્મિક દ્વેષ રાખીને જાણી જોઈને કાવતરું કરવામાં આવ્યું હતું.
અને આ રાક્ષસ રૂપી નરભક્ષી વ્યક્તિઓને તાત્કાલિક રૂપે ફાંસીની સજા ફટકારવામાં આવે તેમજ આ બાબતે પકડાયેલ વ્યક્તિઓ પાસેથી પૂરતી તપાસ કરવામાં આવે કારણ કે આવું કૃત્ય કરવા પાછળ ઘણા બધા માણસો સામેલ હોઈ શકે છે.અને આ ષડયંત્ર કરવામાં તમામ સીધી કે આડકતરી રીતે સાથ આપનાર ગુનેગારોની ધરપકડ કરવામાં આવે સાથે સાથે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવે અને તાત્કાલિક તમામ આરોપીઓને ફાંસીએ ચઢાવવામાં આવે.જેથી ગુજરાતમાં પણ દાખલો બેસી શકે કે આવું કૃત્ય કરવામાં સજા તો મળે જ છે.પણ તે ટુંકા ગાળામાં મળવી જોઈએ અને ભવિષ્યમાં કોઈ વ્યક્તિ આવું કૃત્ય કરવાનું વિચાર સુદ્ધાં ન કરે એવું ઉદાહરણ આપવામાં આવે.આજે જયારે વિશ્વનાં અનેક વિકસિત દેશોએ ઈસ્લામિક ધર્મ ઝનૂનતા સામે માનવતાને બચાવવા મજબૂત કાયદા ઘડ્યા હોય ત્યારે આપણા દેશે આ પ્રકારના ગુનાઓને સામાન્ય ગુનાઓની જેમ ન લઈ શકાય.
જેથી સ્વર્ગસ્થ કિશન ભાઇની હત્યાની બારીકાઈથી તપાસ કરવામાં આવે અને આ હત્યા માટે કોઈપણ પ્રકારની મદદ કે દુષ્પ્રેરણા આપનાર તત્વો સામે ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવે.આ ઘટના તથા ભૂતકાળની ઘટનાઓ થી શીખ લઈ કાયદામાં સંશોધન કરી ઇસ્લામિક કટ્ટરવાદને કારણે થતા ગુનાઓને નાથવા માટે વિશિષ્ટ કાયદો ઘડી ષડયંત્રમાં કોઈપણ રીતે સામેલ તમામ માટે કઠોર સજા કરવામાં આવે તેમજ આવા ગુનેગારો તથા મદદગાર થનાર લોકોની મિલકતો જપ્ત કરવામાં આવે સાથે આવા પ્રકારના ગુનામાં પોલીસને વિસ્તૃત તપાસ માટે વિશિષ્ટ અધિકારો આપવામાં આવે તેવી માગણી કરી હતી. નોંધનીય છે કે યુવાનની હત્યા બાદ ન્યાય અપાવવા હત્યાના તુરંત બાદ ધંધુકા શહેર ના હિન્દુ સમાજે સજ્જડ બંધ પાડ્યો હતો અને આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ રાજ્યના ગૃહ મંત્રીએ પણ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી તેમજ તેના પરિવારને ન્યાય અપાવવાની પણ ખાતરી આપી હતી.
મૃતક કિશન ભરવાડની સાસરી વડોદરામાં
કિશનના સસરા કહે છે કે, આરોપીઓને ફાંસી આપો અથવા જાહેરમાં એન્કાઉન્ટર કરો વિધર્મીઓ દ્વારા ધંધુકામાં કિશન ભરવાડની હત્યા બાદ તેમની સાસરી વડોદરામાં આજે બેસણું યોજવામાં આવ્યું હતું. વડોદરા શહેરના ન્યૂ વીઆઇપી રોડ પર ખોડિયારનગર ચાર રસ્તા પાસે સયાજી ટાઉનશીપ નજીક રહેતા કિશન ભરવાડના સસરા જેસંગભાઇ મોતીભાઇ ભરવાડે જણાવ્યું હતું કે, ગત 25 જાન્યુઆરીના રોજ ધંધુકામાં બે આરોપીઓએ દગાથી આગળ જતી બાઇક પર ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી તે કિશનભાઇ મારા જમાઇ થાય છે. આ ઘટનાને માલધારી સમાજ વખોડી કાઢે છે. અમારી માંગણી છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીને ફાંસીની સજા આપવામાં આવે અથવા તો તેમનું જાહેરમાં એન્કાઉન્ટર કરવામાં આવે. જો આરોપી મૌલવીઓ છે તેમને પણ કડકમાં કડક સજા થવી જોઇએ.