ભરૂચ: (Bharuch) ઔદ્યોગિક નગરી અંક્લેશ્વરની કેટલીક સોસાયટીઓમાં (Society) અને મેદાનોમાં પીળા કલરના (Yellow Color) દેડકા (Frog) જોવા મળતા સ્થાનિકો એકાએક અચરજમાં મુકાયા હતા.પીળો દેડકો હોઈ શકે? આવા સવાલો લોકોના મનમાં ઉઠતાં પીળા દેડકા જોવા ગામમાંથી લોકોના ટોળેટોળા ઉમટયાં હતા.
- અંકલેશ્વરમાં વર્ષાના વધામણા વખતે પીળા દેડકા દેખાતા જોનારામાં અચરજ
- આ દેડકાને ‘ઈન્ડિયન બુલફ્રોગ’ થી ઓળખાય છે
- આ દુર્લભ પ્રજાતિ ભારતમાં જોવા મળતા ઈન્ડિયન બુલફ્રોગ છે. જે પ્રજનન દરમિયાન તેના રંગને ઘાટો પીળો કરી દે છે: પર્યાવરણપ્રેમી અમિત રાણા
ભરૂચ જિલ્લામાં વરસાદના વધામણા એ હદે હતા કે કેટલાયે વિસ્તારોમાં પાણી ભરાવાની નોબત આવી હતી. જેમાં તળાવમાં પણ પાણીની આવક થતા પાણી ભરાયું હતું. દરમિયાન શનિવારની સવારમાં તળાવમાં રહેલ પીળા રંગનો કુતુહલ પમાડતો દેડકો દેખાતા લોકોમાં ભારે આશ્રર્ય થયું હતું. અને જોતજોતામાં પીળા કલરના ઘણાબધાં દેડકા એક સાથે જોવા મળ્યા હતા. આ દેડકા જોવા માટે લોકો દોડી આવ્યા હતા. લોકોએ પીળા દેડકાનો વિડીયો કલીપ બનાવીને સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જો કે આ વિડીયો જોયા બાદ પર્યાવરણ પ્રેમીએ આ દેડકો એ પીળો નહિ પણ ‘ઈન્ડિયન બુલફ્રોગ’ થી ઓળખવામાં આવે છે તેવું જણાવ્યું હતું.
આ અંગે પર્યાવરણપ્રેમી અમિત રાણાએ જણાવ્યું હતું કે ચોમાસાની સિઝન દેડકાની મેટિંગની સિઝન ગણાય છે. આ સમયગાળામાં માદા દેડકાને આકર્ષવા માટે કેટલીક પ્રજાતિના દેડકા કલર પણ બદલતા હોય છે. તે વખતે તેમનો રંગ આકર્ષક પીળા રંગનો થઈ જાય છે. જોકે મેટિંગ બાદ તેઓ મૂળ રંગમાં આવી જાય છે. ત્યારે આ વાતથી અજાણ લોકો હોય એ સ્વાભાવિક છે. “આ દુર્લભ પ્રજાતિ ભારતમાં જોવા મળતા ઈન્ડિયન બુલફ્રોગ છે. જે પ્રજનન દરમિયાન તેના રંગને ઘાટો પીળો કરી દે છે. તેને કારણે લોકો તેમને ઝેરી માને છે. પરંતુ કહીકતમાં આ દેડકાં ઝેરી નથી. દુર્લભ પ્રજાતિના આ ઈન્ડિયન બુલ ફ્રોગ ખેડૂતો માટે પણ ફાયદાકારક છે. પ્રજનનકાળ દરમિયાન નર દેડકાનો રંગ પાકા લીંબુ જેવો હોય છે.