ભરૂચ: (Bharuch) રવિવારે રાતે ભરૂચ શહેરમાં BSNL ઓફિસ નજીક આવેલા રોયલ કોમ્પ્લેક્સનો હિસ્સો ધરાશાયી (Collapse) થયો હતો. રજાના કારણે કોમ્પ્લેક્સની દુકાનો બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જો કે, નીચે પડેલાં વાહનો દબાયાં હતાં. બિલ્ડિંગના ફ્લેટમાં એક બાળક અને બે મહિલા ફસાઈ જતાં ફાયરબ્રિગેડે ત્રણેયને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બચાવી લીધાં હતાં.
- ભરૂચમાં જર્જરિત ઈમારતનો હિસ્સો ધરાશાયી થયો, બાળક સહિત ત્રણના રેસ્ક્યુ કરાયા
- ફાયર વિભાગના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું
ભરૂચ નગરપાલિકાના CO ચિરાગ ગઢવી સહિત તેમની ટીમને રાત્રે કોલ મળ્યો હતો કે, મહમદપુરા રોડ ઉપર BSNL ઓફિસ નજીક આવેલા રોયલ કોમ્પ્લેક્સનો હિસ્સો ધરાશાયી થયો છે. માહિતી મળતા જ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સ્થળ ઉપર જતા એક મકાનમાં સલામત હોવા છતાં એક બાળક સહિત 3 લોકો ભયભીત હતા. જેમના માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ હતું. ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બિલ્ડિંગમાંથી આ ત્રણેયને સલામત બહાર કાઢ્યાં હતાં. બિલ્ડિંગનો હિસ્સો ધરાશાયી થવાથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પાર્ક વાહનો દબાઈ જવાથી કાટમાળમાં ફેરફાઈ ગયાં હતાં. રવિવારે ઘટના બની હોવાથી મોટી જાનહાનિ થઇ ન હતી.
અંક્લેશ્વરના AIA હોલ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ ભરૂચ″ કાર્યક્રમ યોજાશે
ભરૂચ: રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વાઇબ્રન્ટ સમિટને ૨૦ વર્ષ પૂર્ણ થતાં તેના ભાગરૂપે જિલ્લા કક્ષાએ વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ભરૂચનું આયોજન ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટની થિમ હેઠળ રાજ્યના તમામ ૩૩ જિલ્લામાં હાથ ધરવામાં આવનાર છે. સ્થાનિક ઉદ્યોગોને અને ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવા જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ભરૂચ કાર્યક્રમ તા.૨૭મી ઓક્ટોબરના રોજ અંક્લેશ્વર ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશન હૉલ, અંક્લેશ્વર ખાતે યોજાશે તેમ નિવાસી અધિક કલેક્ટર એન આર ધાધલના અધ્યક્ષપદે યોજાયેલ બેઠકમાં સંબંધિત વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.