ભરૂચ: ભરૂચ (Bharuch) નગર પાલિકાના વોર્ડ નંબર ૩ની નગરસેવિકાના પતિએ (Husband) કર્તવ્ય રાણાએ અંગત અદાવતમાં બે મિત્રો (Friend) ઉપર ચપ્પુથી (Knife) હુમલો (Attack) કર્યો હતો. જેમાં બન્ને મિત્રોને ઈજા પહોંચી હતી. ત્યારે આ ઘટનાના ૧૩ દિવસ બાદ એક મિત્રનું મોત થયું છે. લાંબી સારવાર બાદ પ્રિન્સ મહંતનું મોત (Death) થયું છે. અગાઉ પોલીસે (Police) હત્યાના (Murder) પ્રયાસનો ગુનો નોંધી નગરસેવિકાના પતિની ધરપકડ કરી હતી. હવે પોલીસે દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરાઈ છે.
- 13 દિવસ પહેલા વોર્ડ નંબર ૩ની નગરસેવિકાના પતિએ બે યુવકો પર હુમલો કર્યો હતો
- આંતરડું ચીરાઈ જતાં બે ઓપરેશન કરવા છતાં લોહી વહેવાનું બંધ ન થતાં યુવકનું મોત થયું
- જે તે સમયે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી, હવે હત્યાનો ગુનો દાખલ
ભરૂચ ખાતે રહેતા મેહુલ ચૌહાણની કોઈ બાબતે ભાજપ BJPના મહિલા કાઉન્સિલરના પતિ કર્તવ્ય રાણા સાથે બોલાચાલી થઈ હતી. ત્યારે શક્તિનાથ વિસ્તારમાં મેહુલ પોતાના મિત્ર પ્રિન્સ મહંત સાથે કર્તવ્યને મળવા ગયો હતો. ત્યાં ઉશ્કેરાયેલા કર્તવ્ય રાણાએ બંનેને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. જેમાં મેહુલને પગના ભાગે તથા પ્રિન્સને પેટના ભાગે ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર સિવિલ હોસ્પિટલમાં આપ્યા બાદ પ્રિન્સ મહંતને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટનાની જાણ થતાની સાથે જ એ ડિવિઝન પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને આરોપી કર્તવ્ય રાણા વિરુદ્ધ IPCની 307 સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરાઈ હતી. હવે ૧૩ દિવસની સારવાર બાદ વડોદરામાં પ્રિન્સ મહંતે રવિવારે સવારે દમ તોડી દીધો હતો. પોલીસે હવે નગરસેવિકાના પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. આંતરડું કપાઈ જવાથી પ્રિન્સનું બે વખત ઓપરેશન કરવા છતાં લોહીનું વહેંણ બંધ થતું ન હતું. જેના લીધે શરીરમાં ઇન્ફેક્શન થઈ જવાથી આખરે તેનો જીવ ગયો હતો.
‘કોર્ટમાંથી બચી ગયો છે હવે પતાવી દઈશ’ યુવકને પિતા-પુત્રની ધમકી
કામરેજ: ખોલવડ ગામના માથા ભારે બાપ-દિકરાએ એક શખ્સને ‘કોર્ટમાંથી બચી ગયો છે, હોટલના કમ્પાઉન્ડની બહાર આવ તને પતાવી દઈશું’ એવી ધમકી આપી હતી.
કામરેજના ખોલવડના રાણી મહોલ્લામાં રહેતા અફઝલ જીકર મેમણ વિરૂદ્ધ ગત તા.23-12-21ના રોજ છેડતીની ફરિયાદ કરવામાં આવી હતી, જે જામીન પર છુટીને આવ્યા તે રસ્તે જતો હતો ત્યારે સૈફ લીયાકત સીંધા (રહે.ખોલવડ) પોતાની ક્રેટા કાર નંબર જીજે 05 આરએમ 0075 તથા ટાટા નેક્ષોન કાર નંબર જીજે 05 આરડી 5700 સામે લાવીને મારી નાંખવી કોશીશ કરતો હતો. તેને કંઈ પણ કહેવા જાય તો ખોટા કેસ કરી દાવાની ધમકી આપતો હતો. અફઝલ ગત તા.14-3-22 સાંજે 5 કલાકે કામરેજ ચાર રસ્તા ખાતે આવેલી પોતાની ફ્રુટની દુકાને હતા. ત્યાંથી વાલક રહેતા મિત્ર વારીશ મહિડાને મળવા માટે ખોલવડના ધર્મેશ પરમાર સાથે મોટરસાઈકલ લઈને તાપી હોટલ પર ગયા હતા. તેઓ હોટલમાં ફારૂક સીંધાની ઓફિસમાં બેઠા હતા. થોડીવારમાં સૈફ લીયાકત સિંધા પોતાની ક્રેટા કાર લઈને આવીને હોટલના પાર્કિંગમાં પાર્ક કરીને ઉભો હતો જ્યાં તેના પિતા લીયાકત મહેબુબ સિંધા પણ મોપેડ પર આવ્યા હતા. બાપ-દિકરા હોટલના પાર્કિંગમાં ઉભા હતા. જ્યાં અફઝલ ઓફિસમાંથી બહાર આવ્યો ત્યારે સૈફ પાસે આવીને કહેવા લાગ્યો કે ‘તું કોર્ટમાંથી બચી ગયો છે પરંતુ તું મર્દ હોય તો કમ્પાઉન્ડની બહાર નીકળ, જાનથી મારી નાખવાનો છું મારા દાદાનો ઈતિહાસ તને ખબર છે ને તેમ કહીને ગાળો બોલવા લાગ્યો હતો. ઓફિસમાં બેસેલા વારિશ મહિડા તેમજ ફારૂક સિંધા ગાળોનો અવાજ સાંભળતાં જ બહાર આવી અફઝલને ઓફિસમાં લઈ ગયા હતા. જે અંગે કામરેજ પોલીસ મથકમાં અફઝલે બાપ-દિકરા સામે ફરિયાદ નોંધાવી હતી. આ અગાઉ પણ સૈફ સામે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.