Dakshin Gujarat

45 દિવસમાં રહિયાદના જમીનવિહોણાને રોજગારી મળશે: તંત્રનું લેખિત આશ્વાસન

ભરૂચ: (Bharuch) ઔદ્યોગિક તળાવ માટે રહિયાદ 59 ગ્રામજનોએ જમીન આપતા રોજગારી વગરના નિરાધાર બનતા સોમવારે તળાવો પરથી પ્રોસેસ વોટર બંધ કરતાં 12 ઇન્ડસ્ટ્રીઝને અસર થતાં વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું હતું. પાણી (Water) બંધ કરતાં દાબ-દબાણ ગ્રામજનો પર ઊભા કરતા માત્ર રોજગારીનો (Employment) એક માત્ર મુદ્દા પર અડીખમ આખો દિવસ રહ્યા હતા. મધરાત્રે એક વાગ્યે ઔદ્યોગિક તળાવ (Lake) પર ધામો નાખેલા જમીનવિહોણા ગ્રામજનો સાથે એસડીએમની ઉપસ્થિતિમાં વાટાઘાટો બાદ 45 દિવસમાં રોજગારી આપવાની અધિકારીની સહીવાળું લેખિતમાં બાંયધરી આપતાં ગ્રામજનો (Villagers) થોડા હળવા થઈને પ્રશ્નનું નિરાકરણ લાવ્યા હતા. બાંયધરીથી ઉકેલ આવતાં બંધ કરેલું પાણી રાત્રે જ પંપ દ્વારા ચાલુ કરતાં 12 ઉદ્યોગોને રાહત થઇ હતી.

રહિયાદનું ઔદ્યોગિક તળાવ પર 59 જમીનવિહોણા ખેડૂતો કુટુંબકબીલા સાથે સોમવારે પહોંચી જઈને ગેટ બંધ કરીને દહેજની 12 ઉદ્યોગોમાં જતું પ્રોસેસ વોટર બંધ કરી દીધું હતું. ઉદ્યોગોમાં પાણી જતું બંધ થતાં ઉદ્યોગોમાં ભારે ઉચાટ ઊભો થયો હતો. આ પાણી વર્ષોથી રિલાયન્સ, ઓપેલ અને જીએનએફસી સહિત ૧૨ ઉદ્યોગને મળે છે. જમીનવિહોણા અને નિરાધાર બનેલા ખેડૂતો રોજગારી ન મળતાં પોતે મક્કમ રહી માંગને બુલંદ કરી હતી. રહિયાદના સરપંચ ફતેસિંહ ગોહિલ તેમજ વિક્રમસિંહ ગોહિલ સહિત જમીનવિહોણા ગ્રામજનોએ અન્યાય માટે બુદ્ધિપૂર્વક લડતનું રણશિંગું ફૂંક્યું હતું. ગ્રામજનો મક્કમ રહેતાં ઉદ્યોગો માટે ભારે ચિંતાનો વિષય ઊભો થયો હતો.

રહિયાદના ગ્રામજનોએ તળાવ પર ધામા નાંખતાં કોઈ રસ્તો ન મળતો હતો. મધરાત્રે લગભગ એકાદ વાગ્યે પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિ, પ્રાદેશિક મેનેજર-દહેજના વિપુલ રાઠવા, વાગરાના મામલતદાર આર.એમ.મકવાણા, ભરૂચના ડીવાયએસપી જે.એમ.નાયક, દહેજના પીઆઈ વી.બી.કોઠિયા તેમજ જીઆઈડીસીના મદદનીશ મેનેજર વિકાસ પટેલ આવી પહોંચ્યા હતા. ગ્રામજનોનો આક્રોશ જોતાં વાતાવરણ તંગ હતું. ગ્રામજનોએ કહ્યું કે, અમારા ગામમાં તળાવ હોય અને બીજી જગ્યાએ ઉદ્યોગો પાણી લઇ જાય તો અમારા હિતનું કોઈ કામ ન કરે એ કઈ રીતે ચાલે! અમને તો રોજગારી જોઈએ.

જીઆઈડીસી અધિકારી સહિત તમામે નિષ્કર્ષ કરી તેમની સહીવાળું લેખિતવાળું કાગળ રહિયાદના 59 જમીનવિહોણાને 45 દિવસમાં રોજગારી આપી દઈશું. આ કામગીરી પૂર્ણ કરવા સમયાંતરે સમીક્ષા કરવામાં આવશે. ગ્રામજનોને લેખિત મળતાં તેનું નિરાકરણ કરતાં મધરાત્રે જ ૧૨ ઉદ્યોગને પ્રોસેસ વોટર પંપથી ચાલુ કરી દીધું હતું.

Most Popular

To Top