ભરૂચ: ભરૂચમાં (Bharuch) દેશના સૌથી જુના ગોલ્ડન બ્રિજ (Golden Bridge) ખાતે વિશ્વ યોગ દિવસની (World Yoga Day) ઉજવણી કરવામાં આવી હતી. 141 વર્ષ જુનો ગોલ્ડન બ્રિજ પર 4633 ફૂટ ગ્રીન કાર્પેટ બિછાવીને યોગ કરાયા હતા. વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સ્વૈચ્છિક સંસ્થાઓ સહીત સમાજના તમામ વર્ગોને જોડાવવા ભરૂચ જિલ્લા કલેકટર (Collectore) તુષાર સુમેરા (Tushar Sumera) દ્વારા અનુરોધ કરતા મોટા પ્રમાણમાં લોકોએ લાભ લીધો હતો. આ વર્ષે વિશ્વ યોગ દિવસે ‘માનવતા માટે યોગ’ની થીમ પર ઉજવવાનું નક્કી કરાયું હતું.
રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યભરમાં યોગદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ભરૂચ જિલ્લામાં જિલ્લા ક્ક્ષાનો વિશ્વ યોગ દિવસ ઉજવણીનો કાર્યક્રમ મળસ્કે 6 કલાકે ગોલ્ડન બ્રિજ ખાતે યોજાતા લોકોએ સુવર્ણ ક્ષણનો લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા ક્ક્ષાના કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા ઉપસ્થિત રહ્યા હતા. ગોલ્ડન બ્રિજ ઉપરાંત આ કાર્યક્રમ ભરૂચ જિલ્લામાં કબીરવડ, અંકલેશ્વરમાં તાલુકા સેવા સદન, જંબુસરમાં સરસ્વતી વિદ્યા મંદિર, આમોદમાં સ્વામીનારાયણ ગુરૂકુલ સરભાણ રોડ, હાંસોટમાં કાકાબા હોસ્પિટલ,વાગરામાં શ્રીમતી એમ.એમ.પટેલ સાર્વજનિક હાઇસ્કુલ,ઝઘડિયામાં દિવાન ધનજીશા હાઈસ્કુલ,વાલિયામાં શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર,નેત્રંગમાં આદર્શ નિવાસી શાળા,ભરૂચ નગરપાલિકામાં માતરીયા તળાવ,અંકલેશ્વર નગરપાલિકા જવાહરબાગ,જંબુસર નગરપાલીકામાં સ્વામીનારાયણ મંદિર, તેમજ આમોદ નગરપાલિકામાં ચામડીયા હાઇસ્કુલમાં સ્થળોએ યોગ દિવસના કાર્યક્રમ યોજાયા હતા.
1000થી વધુ યોગ સાધકોએ ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પર યોગા કર્યા
મંગળવારે સવારે 1.4 કિલોમીટર લાંબા ઐતિહાસિક ગોલડનબ્રિજમાં 1000થી વધુ યોગ્ય સાધકોની વિવિધ યોગ મુદ્રાનો અદભુત નજારો જોવા મળયો હતો.
ઉલ્લેખનીય છે કે યોગ દિવસ કાર્યક્રમ રાખ્યો હોવાથી ગોલ્ડન બ્રિજ બે દિવસ માટે જાહેર જનતા માટે બંધ રાખવામાં આવ્યો હતો. મંગળાવરે 12 વાગ્યા સુધી બ્રિજ બંધ રાખવામાં આવ્યો છે. ઐતિહાસિક અને આઇકોનીક ક્ષણે ગોલ્ડનબ્રિજને તિંરગાના કલર્સ બ્લુનથી શણગારવામાં આવ્યો હતો. 1412 મીટર લાંબા બ્રિજમાં દર 100 મીટરે ટીવી સ્ક્રીન અને સ્પીકર્સ મુકાયા હતા અને ભરૂચ તરફ સ્ટેજ બનાવવામાં આવ્યું, જ્યારે વાહન પાર્કિંગની વ્યવસ્થા અંકલેશ્વર છેડે કરાઈ છે.