ભરૂચ: (Bharuch) ભરૂચ હાઇવે પર ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાતાં દંપતીનું કરુણ મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્ત પત્નીને તેના પરિવારે યોગ્ય સારવાર હોસ્પિટલમાં (Hospital) ન મળતાં મોતને ઘાટ ઉતારી હોવાનો આરોપ લગાવ્યો છે. ભરૂચ હાઇવે (Highway) પર ગમખ્વાર અકસ્માત સર્જાતાં એક દંપતીએ જીવ ગુમાવ્યો હતો.
- ભરૂચ હાઇવે પર અકસ્માતમાં દંપતીનું મોત
- પરિવારજનોએ હોસ્પિટલ પર લગાવ્યા ગંભીર આરોપ
સમગ્ર ઘટના અંગે હતી કે, ભરૂચ હાઇવે પર અકસ્માત સમયે પતિનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે ભરૂચ સિવિલમાં યોગ્ય સારવાર નહીં મળતાં તેની પત્નીનું પણ મોત થયાનો પરિવારે આરોપ લગાવ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત પત્નીને ભરૂચ નવી સિવિલથી સુરત નવી સિવિલ લઈ જવામાં આવી રહી હતી. એ દરમિયાન રસ્તામાં જ પત્નીનું પણ મોત થઇ ગયું હતું. આ મામલે પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે. મૃતક પંકજસિંહ રાજપૂત (ઉં.વ.૫૦) હતા અને તેમની પત્ની રેણુદેવી રાજપૂત (ઉં.વ.૪૫)ની હતી. બંને મૃતક મૂળ બિહારના વતની હતાં. મૃતક દંપતીને પરિવારમાં ૨ બાળક હતા. દંપતીનું મોત થતાં બંને બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.
જૂના સરદાર બ્રિજ પર લોખંડની એંગલ સાથે વધુ બે વાહનચાલકો અકસ્માતનો ભોગ બન્યા
ભરૂચ: ભરૂચ નેશનલ હાઇવે-૪૮ ઉપર જૂના સરદાર બ્રિજના ભરૂચ તરફના નાકા ઉપર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા જર્જરિત બ્રિજને લઈ ભારે વાહનો ઉપર અવરજવર પર પ્રતિબંધ માટે લોખંડની એંગલ લગાવાઈ છે. જો કે, લોખંડની એંગલ વાહનચાલકો માટે ભયજનક બની ગઈ છે. બે દિવસ અગાઉ ૩ લોકોએ લોખંડની એંગલથી જીવ ગુમાવ્યા બાદ વધુ ૨ વાહનને અકસ્માત નડ્યો છે. જેના કારણે લોખંડની એંગલ રોડ ઉપર પડી જતાં ટુ-વ્હીલર વાહનચાલકોના જીવનું પણ જોખમ ઊભું થયું છે.
ઝાડેશ્વર ચોકડી પાસે નેશનલ હાઈવે-૪૮ ઉપર ઝાડેશ્વર ચોકડીથી અંકલેશ્વર તરફ જવાના જૂના સરદાર બ્રિજ ઉપર ભરૂચ તરફના છેડા ઉપર બ્રિજ ઉપરથી ભારેખમ વાહનો પસાર ન થાય એ માટે ભરૂચ તરફના નાકા પર લોખંડની એંગલો લગાવવામાં આવી છે. લોખંડની એંગલો ઉપર રેડિયમ પણ અત્યંત નબળી મટિરિયલવાળી વાપરવામાં આવી હોય તેવા આક્ષેપ થયા છે. સાથે જ સ્ટ્રીટ લાઈટના અભાવે પણ અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે અને સ્પીડ બ્રેકરના અભાવે વાહનચાલકોની ગતિ વધુ હોવાના કારણે જોરદાર લોખંડની એંગલ સાથે અથડાતાં અકસ્માતો સર્જાય છે.