ભરૂચ: (Bharuch) અંકલેશ્વરમાં સગીરાની (Girl) એકલતાનો લાભ લઈ છેડતી કરવાનો પ્રયત્ન કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બનાવ અંગે સગીરાની માતાએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ (GIDC Police) મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરની એક સોસાયટીમાં રહેતી મહિલા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાનું તથા પોતાની ત્રણ પુત્રીઓ અને એક પુત્રનું ભરણપોષણ કરે છે. જે ગતરોજ નોકરી ઉપર ગઈ હતી અને પોતાની 13 વર્ષ 11 માસની સગીર વયની પુત્રીને ઘરના કામ માટે ઘરે મૂકી ગઈ હતી. આ દરમિયાન તેમનો પાડોશી ભુપેન્દ્ર રામેશ્વર ગૌડએ સગીરાને ઘરમાં એકલી હોવાનું જાણી તેના ઘરમાં પ્રવેશ કરી તેણીને પકડી લીધી હતી. યુવકે શારીરિક અડપલા કરી દુષ્કર્મ કરવાની કોશિશ કરી હતી. જેનાથી હતપ્રભ થયેલ સગીરાએ તેનો પ્રતિકાર કરી બુમરાણ મચાવી હતી. જેને પગલે હવસખોર ફરાર થઇ ગયો હતો.
અંકલેશ્વર GIDC પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 13 વર્ષીય સગીરા ઘરમાં એકલી હતી અને નાહવા જતી હતી. તે દરમિયાન બપોરના સમયે તેની એકલતાનો લાભ લઇ ભુપેન્દ્ર રામેશ્વર ગોંડ ઘરમાં ઘુસી આવ્યો હતો. દરવાજો બંધ કરી છાતીના ભાગે અને અન્ય જગ્યાએ શારીરિક અડપલાં કર્યા હતા. જેને લઇ બાળકીએ બૂમાબુમ કરતા યુવકે સગીરાને કોઈને પણ વાતની જાણ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઘટના અંગેની જાણ બાળકીને તેની માસીને કરતા માસીએ બાળકીની માતાને ફોન કરી ઘરે બોલાવી હતી. બાળકીએ સમગ્ર ઘટનાની જાણ પોતાની માતાને કરી હતી. જેથી દીકરીની માતાએ તાત્કાલિક GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. GIDC પોલીસે બનાવ મામલે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
ઉચ્છલમાં ગવાણનાં યુવકે યુવતી પર બળાત્કાર ગુજાર્યો
વ્યારા: ઉચ્છલ તાલુકાનાં ગવાણ ગામનાં ગૌરાંગ રેમુભાઇ વસાવાએ ૩૦ વર્ષિય યુવતી સાથે પ્રેમ સમ્બંધ બાંધ્યો હતો. લગ્ન કરવાની લાલચ આપી વર્ષ ૨૦૦૯થી ગત તા.૧૩મી જુલાઇ ૨૦૨૨ સુધી જુદી જુદી જગ્યાએ બળજબરી બળાત્કાર ગુજારી તરછોડી મુકતા ગૌરાંગ રેમુભાઇ વસાવા વિરૂધ્ધ ભોગ બનનાર યુવતીએ બળાત્કાર અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવકની અટક કરી વધુમાં કાર્યવાહી હાથ ધરી છે.