Gujarat Main

ભરૂચ અગ્નિકાંડ: બહુત ખરાબ હાલત હૈ, બહુત લોગો કા ઇંતેકાલ હો ગયા હૈ.. દિલ થથરાવી દે તેવી મદદ માટે લોકોની પોકાર

 ‘વેલ્ફેરમાં બહોત બુરી આગ લગી હે…બહોત સે કોવિડ પેશન્ટ કા ઇંતકાલ હો ગયા હે…. જીસકે પાસ ફોર વ્હીલ હો વો જલ્દ સે જલ્દ ફોર વ્હીલ લેકે આયે…બહોત જરરૂત હે…પેશન્ટ કો બહાર ગામ શિફ્ટ કરના હે…બિચારે બહોત લોગ શહીદ હો ગયે હૈ..દુઆ કરો અલ્લાહ ખૈર ગુજારે…સબ લોક સદકા દો.. બહોત ખરાબ હાલત હૈ.. અલ્લાહ હિફાઝત કરે.. ઇન્શાઅલ્લાહ.. આ શબ્દો ઘણું બધુ કઈ જાય છે કે ભરૂચની વેલફેર હોસ્પિટલમાં લાગેલી આગ કેટલી ભયાવહ હશે. ભરૂચ ( bharuch) ની હોસ્પિટલનો આગકાંડે ફરી એકવાર માનવ જાતને થથરાવી દીધી છે. મોડી રાત્રે હોસ્પિટલમાં લાગેલી આગને કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી. મદદ માટે મોડી રાત્રે અનેક દર્દીઓએ હોસ્પિટલની અંદરથી લોકોને મદદ માટે ફોન કર્યા હતાં. ઓડિયો મેસેજ મોકલ્યા હતા જેથી લોકો મદદ માટે આવે.

ભરૂચ શહેરની પટેલ વેલફેર (Patel Welfare Covid Hospital) કોવીડ હૉસ્પિટલનાં કોવીડ આઈસીયું વોર્ડમાં આગ (Fire) લાગવાની ઘટના સામે આવતાં 18 વ્યક્તિનાં કરૂણ મોત નીપજ્યાના અહેવાલો છે જ્યારે અનેક વ્યક્તિઓ આગના કારણે દાજ્યા છે. આ દર્દીઓમાં 16 દર્દી હતા જ્યારે બાકીના સ્ટાફનો સમાવેશ થાય છે.

ઘટના બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૃતકોના પરિવાર પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યુ છે અને ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક વ્યક્તિના વારસને 4 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે. બનાવ અંગે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ ભરૂચની કોવીડ હૉસ્પિટલમાં સર્જાયેલી આગ ની દુઃખદ ઘટનામાં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના પ્રગટ કરી તેમના પરિવાર જનોને સંત્વના પાઠવી છે.

બીજી તરફ હોસ્પિટલમાં આગ લાગી ત્યારે કેટલાક દર્દીઓએ મદદ માટે ઓડિયો મેસેજ કર્યા હતા અને અંદરની સ્થિતિ વિશે જણાવ્યું હતું.  હોસ્પિટલમાં આગ લાગી હોવાની જાણ થતાં અનેક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મદદ માટે પહોંચી ગયા હતા.

હોસ્પિટલની અંદર ફસાયેલા લોકો અને દર્દીઓ પણ મદદ માટે પોકારી રહ્યાં હતા અને ઓડિયો મેસેજ પોતાના પરિવારજનો અને મિત્રોને મોકલી રહ્યાં હતા. ઓડિયો મેસેજમાં એક દર્દીએ કહ્યું હતું કે, કમસેકમ 50 લોગ જલ ગયે….બહોત ખરાબ હાલત હે…અલ્લાહ હિફાઝત કરે…દુઆ કરના.’ આ મેસેજ વાંચીને તેમના પરિવારજનો તાત્કાલિક દોડી આવ્યા હતા. 

હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાત વાયુ વેગની જેમ ફેલાતા ભરૂચના પશ્ચિમ વિસ્તારના 5થી 6 હજાર લોકો હૉસ્પિટલ બહાર દોડી આવ્યાં હતા. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો તેમને બચાવવા માટે ધમપછાડાં કરી રહ્યાં હતા.

Most Popular

To Top