Dakshin Gujarat

ઝઘડિયામાં પિતાએ પુત્રીનો ક્રિકેટ પ્રેમ જોઈ ખેતરની જગ્યા પર ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવી દીધું

ભરૂચ, ઝઘડિયા, નેત્રંગ: (Bharuch) ધ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા ભારતની ખ્યાતનામ સંસ્થા BCCI વતી ભારતના સ્થાનિક ખેલાડીઓની (Players) પ્રતિભા બહાર લાવવા ઝોન કક્ષાએ ઈન્ટર સ્ટેટ કિકેટની ટુર્નામેન્ટ (Cricket Tournament) રમાડવામાં આવે છે. ભારતમાં પાંચ ઝોનની ટીમો વચ્ચે ઈન્ટર સ્ટેટ ક્રિકેટની ટુર્નામેન્ટ યોજાઈ છે.

  • ઝઘડિયામાં પિતાએ પુત્રીનો ક્રિકેટ પ્રેમ જોઈ ખેતરને ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફેરવ્યું
  • BCCIએ બહાર પાડેલી ઓલ ઈન્ડિયા ડોમેસ્ટિક શ્રેષ્ઠ ક્રિકેટ (બોલર) પ્લેયરોની યાદીમાં ટોપ-10માં સમાવેશ
  • સમગ્ર ભારતમાં પાંચ ઝોનની ટીમ વચ્ચે ઈન્ટર સ્ટેટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં BDCAના બેનર હેઠળ મુસ્કાન રમી હતી
  • બલેશ્વરની મુસ્કાન વસાવા ડોમેસ્ટિક ઈન્ટર સ્ટેટ ક્રિકેટમાં ઝળકી

ઈન્ટર સ્ટેટ ક્રિકેટની મેચ ભારતના હૈદરાબાદ ખાતે રમાઈ હતી. આ સમગ્ર ઈનિંગ દરમિયાન વેસ્ટ ઝોનમાં બોલર તરીકે સારું પ્રદર્શન કર્યું હતું. આ ઈનિંગ દરમિયાન ભરૂચના અંતરિયાળ ઝઘડિયાના નાનકડા બલેશ્વર ગામની દીકરી મુસ્કાન વસાવાની ક્રિકેટની સરાહના કરતાં ઓલ ઈન્ડિયા ડોમેસ્ટિક શ્રેષ્ઠ બોલરોની યાદીમાં ટોપ 10 માં મુસ્કાન વસાવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. BCCIએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા ડોમેસ્ટિક બેસ્ટ બોલર અને બેટિંગ કરતા ક્રિકેટ પ્લેયરની યાદી બહાર પાડી હતી. આ ટોપ 10 ખેલાડીની યાદીમાં ગુજરાતના ભરૂચની મુસ્કાન વસાવાને સ્થાન મળતાં ડોમેસ્ટિક ક્રિકેટરોની યાદીમાં નવું નામ ઉમેરાયું છે.

મુસ્કાન વસાવા અંડર-16થી ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતી આવી છે. આ પહેલા વેસ્ટ ઝોન સિનિયર વુમન T20માં સિલેક્શન થયું હતું. ત્યાં પણ સારું પ્રદર્શન કરી ઉત્કૃષ્ટ પ્રતિભા દેખાડી હતી. ત્યારબાદ ઈન્ટર સ્ટેટની ઈનિંગની મેચમાં ફોર્મ જાળવી રાખી શ્રેષ્ઠ ડોમેસ્ટિક ક્રિકેટર બોલરની યાદીમાં નામના મેળવી છે. મુસ્કાન વસાવાના પિતા ચંદ્રકાન્ત વસાવાએ મુસ્કાનનો ક્રિકેટ પ્રત્યેનો લગાવ જોઈ ખેતરને ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફેરવી દીધું હતું. બલેશ્વર સ્થિત ગ્રાઉન્ડમાં ઝઘડિયા, નેત્રંગ તાલુકાનાં 70થી પણ વધુ મેન-વુમન ખેલાડીઓ મફત કોચિંગ લઈ રહ્યાં છે.

કેમ કરવામાં આવી ઓલ ઈન્ડિયા ડોમેસ્ટિક શ્રેષ્ઠ બોલરોની યાદીમાં પસંદગી?
તાજેતરમાં ભારતના હૈદરાબાદ ખાતે રમાયેલ ઈન્ટર સ્ટેટ “સિનિયર વુમન ઈન્ટર ઝોનલ એકદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ” રમાઈ હતી. આ સમગ્ર ઈનિંગ દરમિયાન વેસ્ટ ઝોન વતી બોલર તરીકે મુસ્કાને શ્રેષ્ઠ ગોલંદાજી તરીકે પ્રદર્શન કર્યું હતું. આ ઈનિંગમાં તેણે 21 રન આપી 6 વિકેટ મેળવી હતી.

Most Popular

To Top