ભરૂચ: સરદાર સરોવર ડેમમાંથી (Sardar Sarovar Dam) છોડવામાં આવી રહેલા પાણીના કારણે નર્મદા નદીએ (Narmada River) ભારે તારાજી સર્જી છે. નર્મદા નદીના ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે માં રેવાએ રૌદ્ર રૂપ ધારણ કર્યુ છે. હાલમાં નદીનું પાણી વડોદરા અને ભરૂચ (Bharuch) જિલ્લાના અનેક ગામોની સાથે જ ભરૂચ અને અંકલેશ્વરની અનેક સોસાયટીમાં ભરાઈ ગયા છે. અનેક સોસાયટીમાં ઘરનો પહેલો માળ પૂર્ણપણે ડૂબી (Flood) ચૂક્યો છે. તેવી સ્થિતિમાં લોકોને અન્ન-પાણી પણ મળવું મુશ્કેલ બનતાં તેઓ તંત્ર પાસે મદદની અપીલ કરી રહ્યા છે.
જિલ્લામાં પોતાની કલમથી જિલ્લા વહીવટી મુખ્ય સનદી અધિકારી ક્યારેય પૂરની આફત વખતે બોટમાં બેસીને મદદરૂપ થવાનો દાખલો ક્યારેક જોવા મળ્યો નહીં પણ હાલમાં દિશારૂપ દાખલો ભરૂચ જિલ્લા સમાહર્તાએ હમદર્દીની ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. ભરૂચમાં આવેલી આ આફતના મુદ્દે ખુદ ભરૂચ જિલ્લા કલેકટરે બોટમાં બેસીને સોસાયટીઓમાં ફૂડ વિતરણ કરતાં સરાહનીય પ્રવૃત્તિના ભાગ બન્યા છે.
- ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
- સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે નર્મદા નદીએ ભારે તારાજી સર્જી
નર્મદા નદીના પૂરથી આખા ભરૂચ જિલ્લાને ધમરોળ્યુ હતું. નીચાણવાળા વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં પાણી ભરાતાં લોકો બેબસ બની ગયા હતા. ખાવા પીવા માટે પુરગ્રસ્તો લાચાર હતા. એ વખતે ભરૂચ જિલ્લાના સમાહર્તા તુષાર સુમેરાએ પુરગ્રસ્તોની બેબસ સ્થિતિ જોવા મળતાં તેમનું હૃદય પીગળ્યું અને તરત જ ફુડ વિતરણ કરવા માટે બોટ બેસી ગયા અને પુરગ્રસ્તોને પાણી, નાસ્તો કે અન્ય વસ્તુઓ સહાય તરીકે વિતરણ કરવા પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા. તેમના આ કાર્ય અન્ય અધિકારીઓ માટે પ્રેરણાદાયક બન્યું છે.
ઉલ્લેખનીય એ છે કે, ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા સતત ત્રણ દિવસથી ખડે પગે ઉભા રહીને તમામ ઉભી થનારી મુસીબતોના પડકાર સામે ઝીંક ઝીલવા તત્પર હતા. નર્મદા નદીનું પાણી આવ્યા બાદ પુરગ્રસ્તોને સહાયરૂપ પહોંચવા વ્હારે પહોંચી ગયા હતા.
અંકલેશ્વરના એક આધેડ પુરના પાણીમાં ફસાતા ઝાડ પર રાત વિતાવી
નર્મદાના પાણીએ ભરૂચ જિલ્લામાં તબાહી ભારે મચાવી હતી. અંકલેશ્વરના દીવા ગામે વિચિત્ર ઘટના બની હતી. રવિવારે રાત્રે ખેતરમાં ગયેલ આધેડ વ્યક્તિ પુરના પાણીમાં એવા ફસાયા હતા. આખી રાત લીમડાના ઝાડના ભરોસે આખી રાત વિતાવી ઝાડ નીચે ધસમસતું પાણીમાં પડે એટલે મોતના મુખમાં ધકેલાઈ જાય.
પૂરથી બુલેટ ગતિએ આજુબાજુ કિનારે પાણી ભરાતાં બેબસ બની ગયા હતા. કોઈપણ વ્યક્તિ કંઇ વિચારે એ પહેલાં પગનાં તળિયેથી ઘુંટણસમા પાણી આવી ગયું હતું. જોતજોતામાં ગામડાઓની શેરી નદી બની ગઈ. અંકલેશ્વરનું દિવા ગામે આધેડ માનવી રવિવારની રાત હતી એ વેળા ખેતરમાં ગયેલા આધેડને અચાનક ધસમસતું પાણી આવતા કોઈ રસ્તો ન દેખાતા બાજુમાં આવેલા લીમડાના ઝાડ પર જીંદગી બચાવવા ચઢી ગયા હતા.