Entertainment

ભાગ્યશ્રી ફરી ભાગ્ય અજમાવે છે

ભાગ્યશ્રી પાછી ફરી છે. તેનું પાછા ફરવું તેને પોતાને જ કેટલું ફળશે તે ખબર નથી પણ તે હવે ફરી કામ કરવા તૈયાર છે. 2009-10 પછી તે જાણે ગાયબ જ થઇ ગયેલી પણ હવે તેનો દિકરો મોટો થઇ ગયો છે ને ફિલ્મોમાં નામ કરવા તત્પર બન્યો છે તો ભાગ્યશ્રીને  ય થવું કે હવે ઘરે બેસીને શું કરવું? સારી વાત એ કે તે જાડી નથી થઇ ગઇ અને ચહેરો પણ બહુ બદલાયો નથી. થલાઇવીમાં તે સંધ્યા તરીકે આવી ફિલ્મ લોકો વચ્ચે ન જામી એટલે ભાગ્યશ્રીનું ભાગ્ય પણ ફરી ઉઘડવા જેટલું ઉઘડ્યું નહીં પણ હવે તે રાધેશ્યામમાં ઉઘડશે એમ લાગે છે કારણ કે તે એ ફિલ્મના હીરો પ્રભાસની પ્રથમ પત્નીના રૂપે દેખાવાની છે. ભાગ્યશ્રી હજુ 52 વર્ષની જ છે ને પ્રભાસ તેનાથી 10 વર્ષ નાનો છે.

અલબત્ત તેનું આ પાત્ર રોમેન્ટિક ન હશે કારણ કે એ માટે તો પૂજા હેગડેને રાખવામાં આવી છે. પણ ભાગ્યશ્રીને જોઇને ઘણાને ‘મૈને પ્યાર કિયા’ની યાદ જરૂર આવશે. હકીકતે તે હજુ પણ તેનાથી આગળ વધી જ નથી. મૈને પ્યાર કિયા પછીની હિન્દી હફિલ્મો ચાલી નહીં અને કન્નડ, તેલુગુ, બંગાળી, ભોજપુરી, મરાઠી ફિલ્મોમાં કરેલું કામ લોકોએ બહુ જોયું નથી. ભાગ્યશ્રીના નામમાં જ ભાગ્ય છે, હકીકતે તે નિષ્ફળ રહી છે ને તેનું કારણ કે તે સ્વયં છે. પોતાના પતિ હિમાલયને હીરો બનાવવાની જીદમાં તે ખુદ પણ હીરોઇન ન રહી.

ખેર! ભુલો થઇ શકે ને હવે તે આ ભુલ સુધારી શકે તેમ નથી પણ મળે તો થોડી ફિલ્મો, થોઠી ટી.વી. સિરીયલ અને વેબસિરીઝ કરી શકે છે. તેણે કચ્ચી ધૂપ, સીઆઇડી, લોટ આઓ ત્રિશામાં અમ્રિતા સ્વાઇકા તરીકે ભૂમિકા ભજવી. તે હમકો દીવાના કર ગયેમાં અક્ષયકુમારની બહેન તરીકે પણ આવી હતી. સલમાન ખાનની પહેલી હીરોઇનની આ વલે જોઇ સારું તો ન લાગે પણ ભાગ્યશ્રીનો પ્રોબ્લેમ એ હતો કે તે સાંગલીના રાજા વિજયસીંધરાવ પરવર્ધનની દિકરી એટલે કે રાજકુમારી છે. તેને ઘણા વર્ષો પછી રિયાલાઇઝ થયું કે ફિલ્મ જગતમાં તો કામ ચાલે છે. શાણપણ આવ્યું ત્યારે ઉંમર વીતી ગઇ છે પણ કામ મળી શકે એટલા માધ્યમો છે.અત્યારે તે પોતાની કારકિર્દીથી વધારે દિકરા અભિમન્યુ દાસાણીની કારકિર્દી બને તે માટે પ્રયત્નશીલ છે. દાસાણીએ મર્દ કો દર્દ નહીં હોતાં, મીનાક્ષી સુંદરેશ્વરમાં કામ કર્યુ છે ને અત્યારે નિકમ્મા અને આંખ મિચોલીમાં આવી રહ્યા છે. જો તે વધુ ચાલશે તો ભાગ્યશ્રી પણ નચિંત બની વધુ ફિલ્મો યા સ્મોલ સ્ક્રિન પર દેખાશે.

Most Popular

To Top