Charchapatra

વિમાસણ મધ્યમ વર્ગની

સિંગતેલના ડબ્બાના 3000 રૂપિયા થયા અને કપાસિયાના તેલના ભુસા અને ભજીયા બનાવનાર વેપારીઓ તરત ભાવ વધારવામાં કૂદી પડ્યા. સરકાર મસ્જિદ અને આંતરરાષ્ટ્રીય સમસ્યાઓના મામલે યશ લેવામાં મશગુલ છે અને મોંઘવારી લોકોને ગળે ટૂંપો દઇ રહી છે. જે ઝડપે ભાવ વધે છે, તે ઝડપે લોકોની આવક વધે છે? ખરી વિમાસણ મધ્યમ વર્ગની છે, જેઓ ટૂંકી આવકમાં જીવવા માટે ફાંફાં મારી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ થોડા સમય માટે “ 9 ઘટીને 20 વધે એ આપણી અર્થતંત્રની લાક્ષણિકતા છે. બાકી મોંઘવારી ક્યાં નથી?

ગેસનો બાટલો કેટલો મોંઘો થઈ ગયો છે? સામાન્ય માણસ ગેસના બાટલાને પકડે કે તેલના ડબ્બાને? બજારમાં શાકભાજીના ભાવ સાંભળ્યા છે? આજે કાંદા આસમાને તો કાલે લીંબુ અને ભ્રષ્ટાચાર તો સદા આસમાને ! લોકો જાય તો ક્યાં જાય? ઝોળી લઈને ચાલવા માંડવાની વાત કરનાર વડા પ્રધાન કોઈ દિવસ બે રૂપિયાની કોથમીર લેવા ગયા છે? દુનિયામાં ભારતનું નામ થાય, ત્યાં સુધીમાં ભારતીયો ખતમ નહીં થઈ જાય તેનું ધ્યાન સરકારે રાખવું પડશે. બાકી પક્ષ માટે ભંડોળ ઉઘરાવવાની લ્હાયમાં લોકોને લૂંટવાનો પરવાનો વેપારીઓને આપનાર શાસકો ભારતીયો હશે પણ ભારતીયોની જનતાના પક્ષના નહિ હોય!
સુરત     – સુનીલ બર્મન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top