વોશિંગટન: ફોર્બ્સે હાલના અબજોપતિઓની (Billionaire) યાદી જાહેર કરી છે. લક્ઝરી બ્રાન્ડ LVMH ના માલિક બર્નાર્ડ આર્નોલ્ટ (Bernard Arnault) ટેસ્લાના CEO એલોન મસ્કને પછાડીને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. ગ્લોબલ લક્ઝરી બ્રાન્ડ (Luxury Brand) LVMH CEO આર્નોલ્ટ અને તેમના પરિવારની નેટવર્થ શુક્રવારે $23.6 બિલિયન વધીને $207.8 બિલિયન થઈ ગઈ છે. ફોર્બ્સની રીઅલ ટાઈમ બિલિયોનેર્સ લિસ્ટ અનુસાર જ્યારે મસ્ક પાસે $204.5 બિલિયનથી વધુ છે.
ફોર્બ્સના રિપોર્ટ અનુસાર 25 જાન્યુઆરીએ ટેસ્લાને શેરબજારમાંથી ઝટકો લાગ્યો હતો. જેના કારણે તેમની સંપત્તિમાં 13 ટકાનો ઘટાડો થયો હતો. જેના કારણે મસ્કની કુલ સંપત્તિમાં 18 અબજ ડોલરથી વધુનો ઘટાડો થયો છે. બીજી તરફ LVMHના શેરમાં 13 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો. ફોર્બ્સ અનુસાર શુક્રવારે LVMHનું માર્કેટ કેપ $388.8 બિલિયન પર પહોંચી ગયું છે.
તેમજ ગુરુવારે ટેસ્લાના શેરમાં ઘટાડો થયો હતો. તેમજ મસ્કે ચેતવણી આપી હતી કે કિંમતો ઘટાડવા છતાં વેચાણ વૃદ્ધિ ધીમી પડશે. જેના કારણે વિશ્વની સૌથી મોટી ઈલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપનીના માર્જિન પર પહેલેથી જ ઘટાડો થયો છે. અગાઉ બુધવારે મસ્કએ જણાવ્યું હતું કે વૃદ્ધિ નોંધપાત્ર રીતે ધીમી રહેશે કારણ કે ટેસ્લા 2025ના બીજા ભાગમાં તેની ટેક્સાસ ફેક્ટરીમાં સસ્તા આગામી પેઢીના ઇલેક્ટ્રિક વાહનો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જો કે તેમણે કહ્યું કે નવા મોડલનું ઉત્પાદન વધારવાથી પડકારો ઊભા થશે કારણ કે તેમાં નવીનતમ તકનીકોનો સમાવેશ થશે.
અર્નોલ્ટ મસ્ક કરતા ઘણા આગળ છે
ફોર્બ્સ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર બર્નાર્ડ આર્નોલ્ટની કુલ સંપત્તિ $207.6 બિલિયન સુધી પહોંચી ગઈ છે. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર તેમની સંપત્તિમાં અચાનક 18.6 અબજ ડોલરનો વધારો થયો છે. આ જમ્પ સાથે તે ઈલોન મસ્ક કરતા પણ આગળ નીકળી ગયા છે. મસ્કની કંપની ટેસ્લાના શેરમાં ભારે ઘટાડાને કારણે તેમની નેટવર્થ ઘટીને $204.7 બિલિયન થઈ ગઈ છે. એટલે કે આ બંને અબજોપતિઓ વચ્ચે 2.9 અબજ ડોલરનું અંતર છે.
મુકેશ અંબાણી આ પદ પર છે
વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં સામેલ ભારતીય અબજોપતિ અને દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી પોતાનો દબદબો જાળવી રહ્યા છે. ફોર્બ્સ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર અંબાણીની કુલ સંપત્તિ $104.4 બિલિયન છે અને આ આંકડા સાથે તેઓ વિશ્વના 11મા સૌથી ધનિક વ્યક્તિ અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. અન્ય ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી $91.6 બિલિયન સાથે 14માં નંબરે છે.