દેશની કોર્ટોમા કેસોના વિલંબ અને કેસોના વધતા ખર્ચ ભારતનીન્યાય વ્યવસ્થા સામે સૌથી મોટો પડકાર છે અને ન્યાયની સાચી પરિક્ષા કાયદાના સિધ્ધાંતો નહી પરંતુ દેશના સામાન્ય લોકોના દૈનિક અનુભવો છે. ઓડીશા હાઇકોર્ટ બાર એસોસીએશનના એક કાર્યક્રમમાં બોલતા સુપ્રિમ કોર્ટના આ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે તાજેતરમાં જણાવેલ હતુ કે ન્યાયનો અર્થ ત્યાર જ છે જયારે તે સરળતાથી સુલજી, ઓછો ખર્ચાળ અને માનવીય હોય.
સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની આ વાત દેશના સામાન્ય માનવીના ન્યાયના હિતમાં આવકાર્ય હોઇ અભિનંદનીય છે. સુપ્રિમ કોર્ટના નીચેના નિર્ણયો દેશ અને સમાજ હિતના હોઇ અભિનંદનને પાત્ર ગણી શકાય. સંભાળ ના રાખતા સંતાનો પાસેથી માતા પિતા સંપતિ પાછી લઇ શકે. લાંબા કાનૂની કેસોને લઇ લગ્નમાત્ર કાગળ પર ટકે તેના કરતા અલગ થઇ જવું જોઇએ. આરોપીને ધરપકડનુંકારણ ના જણાવવું. એ તેના જીવન અને વ્યકિતગત સ્વતંત્રતાના અધિકારનો ભંગ છે અને તેથી ધરપકડ પહેલા લેખિતમાં કારણ આપવુ ફરજીયાત છે.
કેરળના કેન્દ્ર સરકાર સામેના કેસમાં સુપ્રિમ કોર્ટે ટીપ્પણી કરતા જણાવેલ હતું કે ભારત મજબૂત છે, વિશ્વ ભારતની તાકાત માની રહ્યું છે, ગર્વ થવો જોઇએ. વર્ષ 1985માં નીમેલાની પોલીસ ચકાસણી વર્ષ2010માં પુરી થતા સુપ્રિમ કોર્ટે બધા રાજયોની પોલીસને સરકારી નોકરીમાં લીધાના છ માસમાં જ ઉમેદવારની સઘળી ચકાસણી કરવા જણાવેલ. બેનર્સ હોય એટલે કે આશ્રય ગૃહ એ રાજય સરકાર તરફથી મળતુ કોઇ દાન નથી પણ સરકારની જવાબદારી છે. ડોકટરો જેનરીક દવાઓ જ પ્રિસ્ક્રાઇલ કરે તેમ ફરજીયાત કરવું જોઇએ.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.