વડોદરા: નાગરિકોની સુખાકારી માટે અને વડોદરાના વાહન ચાલકો ને સુવિધા મળી રહે તે માટે દાંડિયા બજાર સોલાર રોડ બનાવવા મા આવ્યો છે. પરંતુ આ બ્રિજ ધીમે ધીમે અસામાજિક તત્વો નો અડ્ડો બનતો જાય છે પ્રેમી પંખીડાઓ આ બ્રિજ પર બિભસ્ત ચેનચાળા કરતા જોવા મળે છે. જેના કારણે આ રોડ પર ન્યુસન્સ વધતું જાય છે, મારામારી,અકસ્માતો ની વણઝાર થી આ અકોટા બ્રિજ કુખ્યાત બન્યો છે. અગાઉ 2019 -28 નવેબર ના રોજ પોતાના ફિયાન્સ ને મળવા આવેલી યુવતી ને આ રોડ પરથી ખેંચી જઈ ને તેમની પર બળાત્કાર થતા ભારે ચકચાર મચી ગઈ હતી.
આ રોડ પર 2020 મા પાલખ તૂટવાથી ત્રણ મજૂરો દટાયા હતા, 2022 મા કાર ડિવાઇડર પર ચડી જતા અકસ્માત થયો હતો,28 ઓગસ્ટ 2021મા એક કાર ચાલકે આશાસ્પદ યુવતી નમ્રતાસોંલકી ઉં વ.24 ને અડફેટે લેતા કરુણ મોત થયું હતું વર્ષ 2019 મા નવલખીબળાત્કાર કેસ મામલે તે વેળા ના પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે જાહેરનામું બહાર પાડી ને રાતના નવ પછી આ જગ્યા પર બેસવાની તેમજ ફરવા નહીં આવવા બાબતે જાહેરનામું બહાર પાડ્યું હતું. આમ હવે આ કુખ્યાત અકોટા બ્રિજ સુરક્ષા ના મામલે હાલ રામભરોસે જોવા મળે છે.
અકસ્માતમાં રાઇડર્સ સહિત મહિલાનું મોત
વડોદરાના અકોટા-દાંડીયા બજાર બ્રિજ પરથી પૂર ઝડપે જઇ રહેલા બાઈક રાઈડરે અકોટા વિસ્તારમાંથી ઘરે જમ્યા બાદ શનિવાર હોઇ શનિ મંદિરે દર્શન કરવા જઈ રહેલા માલતીબેન બાઇકરે અડફેટે લીધા હતા. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પામેલા મૂળ સુરતના 65 વર્ષીય માલતીબેનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં 22 વર્ષીય બાઈક રાઇડર અરાફત (રહે. તાદલજા) નામના યુવાનને પણ ગંભીર ઈજા થઈ હતી. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પરંતુ, ગંભીર ઇજાના કારણે યુવાન અરાફતને હોસ્પિટલમાં લઈ જવામાં આવે તે પહેલા જ તેને જીવ ગુમાવ્યો હતો.
બાઇકર્સો સામે ઝુંબેશ શરૂ કરાશે
અકોટા દાંડિયાબજાર બ્રિજ ઉપર પોલીસ થોડા દિવસોમાં બાઇકર્સો સામે ઝુંબેશ શરૂ કરશે. બાઇકર્સો સામે કાર્યવાહી પણ કરશે. પોલીસ ઝુંબેશ બંધ કર્યા બાદ બાઇકર્સો રેસ લગાવવાની શરૂઆત કરી દેશે. પછી પરિસ્થિતિ જેસૈથેની સ્થિતિ જોવા મળશે.
માથું શરમથી ઝૂંકી જાય તેવા કરતૂત કરતા પ્રેમીજનો
દાંડિયા બજારના આ રોડ પર સોલાર પેનલ નીચે પીલરની આડ મા પ્રેમી પંખીડા દિવસભર બેસેલા જોવા મળે છે. પરંતુ આ પ્રેમીજનોની હરકતો જૉઈ ને આ વિખ્યાત રોડ પર થી પસાર થતા સૌ કોઈ નું માથું શરમ થી ઝૂંકી જાય છે. આવા કપલો સામે ઝુંબેશ ચલાવી ને હટાવવા ની હવે જરૂર છે. મોડી રાતે તો આ લવરીયાઓ ની હરકતો વઘી જતી હોય છે. આવુ ન્યૂસસન્સ ફેલાવતા તત્વો સામે પોલીસ ની પણ જવાબ દારી બંને છે.
દાંડિયાબ્રિજ સોલાર પાસે પોલીસ પોઇન્ટની જરૂર
રાત પડતા જ આ રોડ પર અસામાજિક તત્વો નો અડ્ડો બની જાય છે. કેટલાક યુવકો અહીંયા નશો કરીને આવે છે તો કેટલાક નસેડીઓ આ રોડ પર છાને ખૂણે બેસી ને દારૂની મહેફિલ માણતા નજરે પડે છે. અને આવા તત્વો અવાર નવાર આ રોડ પર મારામારી કરતા પણ નજરે પડે છે. નગરજનોનું કહેવું છે કે સોલાર પેનલ નીચે જો 24 કલાક નો પોઇન્ટ મુકવામાં આવે તો આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે.નવલખી મેદાન મા પોલીસ ચોકી છે પણ શોભાના ગાંઠિયા સમાન છે. કારણ કે 24 કલાક તાળું મારેલું જોવા મળે છે.અને આ રોડ પર રાતે પોલીસ પેટ્રોલિગ નો પણ અભાવ જોવા મળે છે.