Dakshin Gujarat

બારડોલી તાલુકાના 14 રસ્તા પર પાણી ફરી વળતાં બંધ

બારડોલી : બારડોલી (Bardoli) સહિત સુરત જિલ્લા (Surat District) તેમજ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના (Heavy Rain)કારણે જિલ્લામાં 26 જેટલા લો-લેવલ કોઝવે (Low-level Causeway) તથા બોક્સ કલવર્ટ ઉપરના નાળાના રસ્તા તકેદારીના ભાગરૂપે બંધ (Closing) કરવામાં આવ્યા છે. જ્યારે બારડોલી તાલુકાના 14 રસ્તા પર પાણી ફરી વળતાં બંધ કરવામાં બીજા દિવસે પણ બંધ રહ્યા હતા. અગમચેતીના ભાગરૂપે નાળા-પુલો પર પાણીના ભારે વહેણના કારણે સુરત જિલ્લાના આંતરિક માર્ગને જોડતા રસ્તા બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે.

આંતરિક માર્ગને જોડતા રસ્તા બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ
બારડોલીના વધાવા કરચકા ગામનો ઉતારા વધાવા કરચકા રોડ, પારડી વાલોડ ગામનો વાંકાનેર પારડી વાલોડ રોડ, જૂની કીકવાડનો જૂની કીકવાડ ગભેણી ફળિયા રોડ, જૂનવાણી ગામનો બાલદા જૂનવાણી રોડ, રામપુરા ગામનો રામપુરા એપ્રોચ રોડ તથા ખરવાસા જોઈનિંગ સામપુરા રોડ, ખોજ, વાઘેચા ગામનો ખોજ પારડી વાઘેચા જોઇનિંગ SH 167 રોડ, ટીમ્બરવા ગામનો ટીમ્બરવા કરચકા રોડ, સુરાલીનો સુરાલી કોતમુંડાથી બેલ્ધા રોડ, અકોટીનો અકોટી આશ્રમશાળા રોડ, સુરાલી ગામનો સુરાલી સવિન જકાભાઈના ઘરથી ધારિયા કોઝવે રોડ તથા ધારિયા ઓવારા રોડ, વાઘેચા ખોજ પારડીથી વાઘેચા રોડ, ઉવા કાપલિયા ફળિયા ગામનો ઉવા કાપલિયા ફળિયા રોડ પરનો કોઝવે ઓવર ટોપિંગના કારણે બંધ કરવામાં આવ્યો છે.
મીંઢોળા નદીની જળ સપાટીમાં ઘટાડો
બારડોલીથી પસાર થતી મીંઢોળા નદીની જળ સપાટીમાં ઘટાડો તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઓસરી ગયા હતા. પાણી ઓસરતાં જ પરિવારજનોએ ફરી તેમનાં ઘરોમાં પહોંચી સફાઈ આરંભી હતી. વહીવટી તંત્રએ પણ જળસપાટી ઘટતાં રાહતનો શ્વાસ લીધો હતો.બારડોલી તાલુકામાં બુધવારે સાંજે 6 વાગ્યે પૂરા થતાં 24 કલાકમાં અઢી ઇંચ વરસાદ થયો હતો. જો કે, આજે ધીમી ધારે વરસાદ થતાં ક્યાંય પણ પાણી ભરાવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી.

તાપી જિલ્લામાં વરસાદને કારણે ૮ રસ્તા બંધ રહ્યા

વ્યારા: તાપી જિલ્લામાં છૂટોછવાયો પડેલા ભારે વરસાદને કારણે કોઝવે ઓવરફ્લો થવાથી પંચાયતના માર્ગ-મકાન વિભાગના ૮ રસ્તા બંધ રહ્યા હતા. જેમાં ડોલવણ તાલુકામાં ઉમરકચ્છ એપ્રોચ રોડ, વિરપુર ઉમરકચ્છ જોઇનિંગ એસ.એચ.રોડ, વાલોડ તાલુકામાં વાલોડ જકાતનાકાથી શેઢી ફળિયા રોડ, શેઢી ફળિયાથી બુટવાડા રોડ, અલગટ ગોતમ નારદેવભાઇના ઘરથી મહુવા અલગટ જોઇનિંગ રોડ, રાનવેરી નાલોઠા કેળકુઈ રોડ, વ્યારા તાલુકામાં ખુશાલપુરા ભાનાવાડી રોડ, કેળકુઇ ગાંધી ફળિયાથી હાઇસ્કૂલને જોડતા રસ્તાનો સમાવેશ થાય છે.

Most Popular

To Top