Business

લ્યો બોલો.. હવે તો વિસર્જનમાં પણ થીમ

એક…દો… તીન… ચાર… ગણપતિ નો જય જય કાર….ના નાદ સાથે સુરતમાં ગણેશોત્સવનો માહોલ જામ્યો છે. પણ હવે તો બે દિવસમાં તો બાપ્પા વિદાય લેશે. સુરતીઓ એટલે દરેક વસ્તુને હટકે કરવાનું જ પસંદ કરતાં હોય છે. તે ચાહે ગણેશજી હોય, ડેકોરેશન હોય કે પછી વિસર્જન હોય!!!! જી હા સુરતમાં થીમ બેઝ ગણેશજી બાદ હવે ગણપતિ વિસર્જનમાં પણ થીમ જોવા મળશે. ચાલો મળીએ કેટલાક સુરતીઓને જાણીએ એમની ગણેશ વિસર્જનમાં કેવી
રહેશે થીમ…

કંઈક આવો રહેશે વિસર્જનનો અંદાજ

સુરત આખું હાલ ગણેશમય બન્યું છે ત્યારે આપણે થીમ બેઝ ગણેશજી જોયા બાદ હવે જોઈશું થીમ બેઝ વિસર્જનનો અનોખો અંદાજ. સુરતમાં ગણેશજીની વિસર્જન યાત્રા પણ થીમ બેઝ કરાશે. કેટલાક એક સરખી ગાડીમાં વિદાય આપશે, તો કેટલાક ગો ગ્રીન થીમ કરશે. તો કેટલાક કોરોનમાં સુરતના કોરોના વોરિયર્સ કે જેમણે લોકોની સેવા માંઆઠે પોતાની જાનની પણ પરવા ના કરી એવા ડોકટર અને નર્સને ટ્રિબ્યુટ આપવા વ્હાઇટ ડ્રેસ કોડ પસંદ કરી રહ્યાં છે.

બુલેટ સાથે નીકળશે  વિસર્જન યાત્રા

સુરતમાં હાલ શેરીએ શેરીએ ગણેશજી બિરાજમાન છે. તો આ વર્ષે સરકારે 4 ફૂટ સુધીની જ મુર્તિને ભલે પરમિશન આપી હોય પણ તેની સામે લોકોએ મંડપ ડેકોરેશન અને થીમ પાછળ વધારે ધ્યાન આપ્યું છે. અને હવે આવશે વિસર્જન, એમાય ખાસ સુરતીઓ યુનિક થીમ પસંદ કરી વિસર્જન કરવાનું પસંદ કરશે તો નવાઈ નથી. કિર્તંનભાઇ જણાવે છે કે, ‘’અમે આ વર્ષે નક્કી કર્યું છે કે ભલે 15 જ વ્યક્તિને વિસર્જનમાં જવાનું હોય પણ દરેક સભ્યો એક જ સરખી ગાડી લઈને જઈશું. અને એમાય ખાસ અમે બુલેટ ગાડી પર બાપ્પાને વિદાય આપવા જવાનો નિર્ણય લીધો છે.’’

ગો ગ્રીન થીમ બેઝ ગણેશ વિસર્જન કરીશું : નિલેશ

હાલ જ્યારે મોન્સુન સિઝન ચાલી રહી છે ત્યારે અમે વિચાર્યું કે વિસર્જનની થીમ પણ અમે ગ્રીન બેઝ રાખીએ. આથી અમારું આખું ગ્રૂપ ગ્રીન કપડાં પહેરવાનું છે. ફકત વિસર્જનમાં જતાં હોય એ જ નહી પણ સોસાયટીમાં રહેતા દરેક લોકો ગ્રીન કપડાં અને ગ્રીન માસ્ક જ પહેરશે. અને જે સભ્યો વિસર્જનમાં જશે એમને અમે તુલસીનો છોડ આપીશું. અને બાપ્પાનું વિસર્જન યાદ રહે એના માટે અમે 11 પ્લાન્ટ અમારી સોસાયટીમાં ઉગાડીશું.’’

Most Popular

To Top