સુરત : સિટીલાઈટ (Citylight) ખાતે રહેતા અને એસબીઆઈમાં (SBI) નોકરી (Job) કરતા યુવકને બે ગઠિયાએ બેંક પ્રોસિઝર બાબતે ખબર નથી પડતી રૂપિયા ટ્રાન્સફર (Transfer) કરવાની મદદ (Help) માંગી હતી. અને બાદમાં તેને વિશ્વાસમાં લઈને તેની પાસેથી 50 હજાર રોકડા લઈને તેને બે લાખ રૂપિયા કહીને રૂમાલની અંદર કાગળની ગડ્ડી પકડાવી ભાગી ગયા હતા. ઉમરા પોલીસે ફરિયાદ (Police Complaint) દાખલ કરી તપાસ હાથ ધરી છે.
સિટીલાઈટ ખાતે શિવાંજલી એપાર્ટમેન્ટમાં રહેતો 25 વર્ષીય ભાવિન વિનોદભાઈ માંગેલાએ હાલમાં જ અભ્યાસ પૂર્ણ કરી એસબીઆઈમાં પાર્ટ ટાઈમ લાઈફ ઇન્સ્યુરન્સમાં નોકરી કરે છે. તે ગત 4 જુલાઈએ સિટીલાઈટ ખાતે આવેલી બીઓબીમાં તેના પિતાના ખાતામાંથી એક લાખ રૂપિયા ઉપાડી બેગમાં મુક્યા હતા. પૈસા બેગમાં મુકીને બેંકની બહાર નીકળતા બે ગઠિયા તેને ભેટી ગયા હતા. આ ગઠિયાએ તેની પાસે બે લાખ રૂપિયા છે અને તેને તાત્કાલિક વતન મોકલવાના છે તેમ કહ્યું હતું. આ માટે બેંકની પ્રોસિઝર અંગે માહિતી માંગી હતી. ભાવિને માનવીય અભિગમ દાખવી તેને મદદ કરવા કહેતા અજાણ્યાએ બેંકમાં પૈસા ભરવાની સ્લીપ બતાવી હતી. અને તેના પિતાના ખાતામાં પૈસા ભરવાના છે તેનો નંબર આપ્યો હતો.
દરમિયાન બીજો ગઠિયો ત્યાં આવ્યો અને ભાવિનને સાઈડમાં લઈ ગયો હતો. અને આપણે મદદ કરવી જોઈએ બેંકમાંથી કામ ન થાય તો મની ટ્રાન્સફર કરાવી આપીશું તેમ કહીને અશોક પાન સેન્ટર પાસે લઈ ગયો હતો. બાદમાં ત્યાં જઈને અજાણ્યાએ ભાવિનને આ ભાઈને કંઈ ખબર પડતી નથી. તેમ કહીને તેના હાથમાં રૂમાલમાં રહેલી નોટોની ગડ્ડી જેમાં રોકડા બે લાખ છે તે રાખી લે અને તારી પાસેના 50 હજાર રૂપિયા આપી દે. હું મની ટ્રાન્સફરમાં જઈને પૈસા ટ્રાન્સફર કરાવી આવું છું. આવીને આપણે હિસાબ કરી લઈએ તેમ કહીને રીક્ષામાં બેસીને નીકળી ગયો હતો. ભાવિનને શંકા જતા તેણે રૂમાલ ખોલીને જોતા અંદર કાગળની ગડ્ડી હતી. જેથી તેને ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
સ્નેચરોનો આતંક યથાવત, જહાંગીરપુરામાં મહિલાનું મંગળસૂત્ર તૂટ્યું
સુરતઃ શહેરના જહાંગીરપુરા ખાતે ગઈકાલે સાંજે મહિલા બ્યુટી પાર્લર ક્લાસમાંથી ઘરે જતી હતી. ત્યારે ત્યારે વૈષ્ણોદેવી બ્લ્યુ બેલ્સથી વૈષ્ણોદેવી સ્કાય તરફ આવતા રોડ ઉપર સ્પોર્ટસ બાઈક પર આવેલો બુકાનીધારી તેમના ગળામાંથી 30 હજારનું સોનાનું મંગળસૂત્ર તોડી ફરાર થઈ ગયો હતો. જહાંગીરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જહાંગીરપુરા વૈષ્ણવોદેવી સ્કાયમાં રહેતા હિમાંશુભાઇ રામચંદ્ર કંસારા કતારગામ આંબાતલાવડી ઝીરકોન પ્લસમાં શેર બ્રોકરનું કામ કરે છે. તેમની પત્ની હેતલબેન ગૃહિણી છે. ગઈકાલે બપોરે તે જહાંગીરપુરા ગ્રીન એરીસ્ટો શોપીંગ સેન્ટરમાં ન્યુ ફેબ બ્યુટી પાર્લરમાં ચાલતા ક્લાસમાં ગયા હતા. અને સાંજે 7.30 વાગ્યે ત્યાંથી ચાલતા ચાલતા ઘરે આવવા નીકળ્યા હતા. ત્યારે સામેથી લાલ રંગની સ્પોર્ટસ બાઈક પર અંદાજીત 30 વર્ષનો બુકાનીધારી આવ્યો હતો. અને તેમની પાસેથી પસાર થયો હતો. બાદમાં આ બુકાનીધારી પાછળથી બાઈક પર આવ્યો હતો અને હેતલબેનના ગળામાંથી 30 હજારની કિમતનું મંગળસૂત્ર તોડી નાસી ગયો હતો. સ્નેચરે જોરથી મંગળસૂત્ર ખેંચતા હેતલબેનના ડ્રેસનો ઉપરનો થોડો ભાગ પણ ફાટી ગયો હતો. પોલીસે આ અંગે ફરિયાદ નોધી વધારે તપાસ હાથ ધરી છે.