National

બેંગ્લોરમાં એરપોર્ટ પર બોમ્બ મૂક્યો હોવાનો ફોન આવતા પોલીસ અધિકારીઓ થયા દોડતાં

બેંગ્લોર: કર્ણાટકની રાજધાની અને આઈટી હબ બેંગ્લોરના (Banglore) એરપોર્ટ (Airport) પર બોમ્બ હોવાના સમાચાર મળતા જ ખળભળાટ મચી ગયો હતો. શુક્રવારે વહેલી સવારે બેંગ્લોરના કેમ્પેગોડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (KIA) પર બોમ્બ (Bomb Blast) મુકવામાં આવ્યો હોવાનો કોલ આવ્યો હતો. આ પછી તરત જ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસ (Police) એક્શનમાં આવી ગઈ હતી અને સમગ્ર એરપોર્ટની તપાસ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ અધિકારીઓએ આ કોલને ફેક ગણાવ્યો હતો.

  • બેંગ્લોરના કેમ્પેગોડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (KIA) પર બોમ્બ મૂક્યો હોવાની અફવા
  • એરપોર્ટ પર બોમ્બ હોવાના સમાચાર મળતા જ ખળભળાટ મચી ગયો
  • સમગ્ર એરપોર્ટની તપાસ કરવામાં આવી હતી

બેંગ્લોરમાં વહેલી સવારે પોલીસને કોઇ અજાણ્યા વ્યક્તિએ કોલ કરીને બેંગ્લોર એરપોર્ટ પર બોમ્બ વિસ્ફોટની માહિતી આપી હતી. ત્યાર બાદ આ ખોટી માહિતી (Fake News) આપવા બદલ પોલીસે સંદીપ કુમાર ગુપ્તા નામના વ્યક્તિની અટકાયત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર સવારે 3.30 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમને ફોન આવ્યો કે બેંગ્લોર એરપોર્ટ પર બોમ્બ છે. આ પગલે પોલીસ અને અન્ય એજન્સીઓએ આખા એરપોર્ટની શોધખોળ કરી પરંતુ કંઈ મળ્યું નહીં. તેમજ કંટ્રોલ રૂમમાં ફોન કરનાર વ્યક્તિ સંદીપ કુમાર ગુપ્તાને પોલીસે કસ્ટડીમાં લીધો હતો.

એરપોર્ટ પર સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું
આ ઘટનાની માહિતી મળતા સીઆઈએસએફની ટીમે ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ સાથે મળીને તાત્કાલિક સમગ્ર એરપોર્ટ પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને પણ એરપોર્ટ પર બોલાવવામાં આવી હતી. કેમ્પાગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે એરપોર્ટ પોલીસ કંટ્રોલ રૂમમાં એરપોર્ટ પર બોમ્બ હોવાની કોલ આવ્યો હતો, જેના પગલે તાત્કાલિક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

શુક્રવારે વહેલી સવારે ફેક કોલ આવ્યો હતો
શુક્રવારે સવારે 3.30 વાગ્યે ફેક કોલ આવ્યો હતો. તે પગલે એરપોર્ટ પોલીસ અને CISFએ સવારે 7 વાગ્યા સુધી એરપોર્ટના દરેક ખૂણે તપાસ કરી હતી.

Most Popular

To Top