ટ્વિટરે (Twitter) કંગના રનૌત વિરુદ્ધ કડક પગલાં લીધા છે. અને તેને આ પ્લેટફર્મનાં નિયમોનું ઉલ્લંધન કરવા બદલ તેનું અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. કહેવાય છે કે, કંગનાએ બંગાલ ચૂંટણી સમયે ઘણી ટ્વિટ્સ કરી હતી. બંગાળમાં થતી હિંસાની ખબરો પર તેણે એક બાદ એક ઘણી ટ્વિટ્સ કરી હતી. તેણે તેની એખ પોસ્ટમાં કહ્યું કે, #BengalViolence હેશટેગ સાથે કોઇનું નામ લખ્યાં વગર નિશાન સાધ્યું હતું. પ.બંગાળમાં વિધાનસભા ચૂંટણી પરિણામો બાદ એક્ટ્રેસે કેટલીક વિવાદિત પોસ્ટ કરી હતી. આ અંગે કંગના પર કેસ પણ કરવામાં આવ્યો છે.
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) સોશિયલ મીડિયામાં તેની પોસ્ટ માટે હમેશા વિવાદોમાં હોય છે. કંગના કોઇને કોઇ પર ટ્વટિર પર નિશાન સાધતી હોય છે. આ વખતે બંગાડ ચૂંટણી બાબતે આપત્તીજનક ટ્વીટ કરતા ટ્વિટર તરફથી કંગના વિરુદ્ધ એક્શન લેવામાં આવ્યા છે. ટ્વિટરે કંગના રનૌતનું અકાઉન્ટ સસ્પેન્ડ (Suspend Account) કરી દીધુ છે. વિવાદિત પોસ્ટ બાદ કોલકાતા પોલીસે કંગના રનૌત વિરુદ્ધ પ.બંગાળના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આક્ષેપમાં ફરિયાદ કરી છે. એડવોકેટ સુમીત ચૌધરીએ ઈમેલના માધ્યમથી કોલકાતા પોલીસ કમિશ્નર સૌમેન મિત્રાને ફરિયાદ કરી હતી. તેમણે પોતાના મેલમાં કંગનાના પોસ્ટની ત્રણ લિંક્સ પણ શૅર કરી હતી. સુમીત ચૌધરીએ આક્ષેપ મૂક્યો છે કે કંગનાએ બંગાળના લોકોનું અપમાન કર્યું છે.
કંગનાએ તેની ટ્વિટમાં બંગાળની સીએમ મમતા બેનર્જીની સરખામણી તેને તાડકા સાથે કરી હતી. મંગળવારે 4 મે 2021નાં સવારે એક ટ્વિટ કરી હતી જેમાં મમતા બેનર્જી (Mamata Banerjee)ની સરખામણી હિન્દૂ પૌરાણિક ગ્રંથમાં વર્ણિત રાક્ષસી તાડકા સાથે તેણે કરી હતી. કંગનાએ બંગાળ ચૂંટણીનાં પરિણામ બાદ થયેલી હિંસા પર ટ્વિટ કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, ‘હું ખોટી હતી. તે રાવણ નથી. રાવણ મહાન રાજા હતો. તેણે દુનિયાનો સૌથી અમીર દેશ બનાવ્યો હતો. મહાન પ્રશાસક, જ્ઞાની અને વીણા બજાવનારો અને સંપૂર્ણ સક્ષમ રાજા હતો. પણ આ તો લોહીની પ્યાસી તાડકા છે. જે લોકોએ તેને વોટ આપ્યો… તારા હાથ લોહીથી રંગાયેલાં છે.’
કંગનાએ એક પોસ્ટમાં કહ્યું હતું, ‘પ.બંગાળમાં બાંગ્લાદેશી તથા રોહિંગ્યા મોટી સંખ્યામાં છે. આના પરથી સ્પષ્ટ દેખાય છે કે હિંદુ ત્યાં બહુમતીમાં નથી. ડેટા પ્રમાણે, બંગાળી મુસ્લિમ ઘણાં જ ગરીબ તથા વંચિત છે. સારું છે કે બીજું કાશ્મીર બનવા જઈ રહ્યું છે.’