Gujarat

નકલી ઈન્કટેક્ષ અધિકારી બનીને આવેલી ગેંગ 4.35 લાખની લૂંટ કરીને ભાગી છુટી

ગાંધીનગર : બનાસકાંઠાના (Banaskantha) ડીસામાં એક ફિલ્મી ઘટના બની છે. જેમાં જુના ડીસા ગામમાં એક્સોની પરિવારના ઘરે નકલી ઈન્કમટેક્ષ (Fake Income Tax) અધિકારી (Officer) ત્રાટક્યા હતા. આ અધિકારીઓએ પોતાની ઓળખ આયકર અધિકારી તરીકે આપી હતી. તે ઉપરાંત ઘરમાં ઘુસીને ચાંદી, સોનું અને રોકડ રકમ ડરાવીને-ધમકાવીને પડાવી તેની લૂંટ કરીને નાસી છૂટ્યા હતા. એક કારમાં પાંચ શખ્સો આવ્યા હતા અને તુરંજ જ ઘરમાંથી ધમકી આપીને 4.35 લાખની મત્તા લઈને કારમાં બેસી નાસી છૂટ્યા હતા. આ સોની પરિવાર શ્રી રામ જ્વેલર્સનો શો રૂમ ધરાવે છે. પોલીસે આરોપીને ધરપકડના ચક્રો ગતિમન કર્યા છે.

  • ડીસામાં ફિલ્મી ઘટનાની જેમ જ્વેલર્સનો શો રૂમ ધરાવતા
  • પરિવારના ઘરે નકલી ઈન્કમટેક્ષ અધિકારી ત્રાટક્યા
  • ઘરમાં ઘુસીને ચાંદી, સોનું અને રોકડ રકમની લૂંટ ચલાવી

ચાલુ ગાડીએ ચોરી:ગાડી ઉપર ચડી 88 હજારથી વધુ તેલના પાઉચ ચોરી લીધા

મહેસાણા ઓઇલ મિલમાંથી તેલના ડબ્બા તેમજ પાઉચ લૂંટની એક ઘટના સામે આવી છે. કોઈ અજાણ્યો શખ્સ ઇસજ ઈફકો કટ વચ્ચે ચાલુ ગાડીમાં ચડી તેલના પાઉચ, બોક્સ તથા તેલના જારના બોક્સ જેમાં કપાસિયા તેલનાં 58 બોક્સ હતાં. જે કોઈ અજાણ્યો ચોર ચાલુ ગાડીમાંથી ઉઠાવી લઈ ગયો હતો. જે બાબતનો ગુનો કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.

પાલાવાસણાથી બરોડા ખાતે નીકળ્યા હતા
અંકિત ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા જયંતી મગનભાઈ બજાણિયા જે કડી ખાતે રહે છે. તેઓ ગઈ તારીખ 29/12ના રોજ સાંજના આઠેક વાગે કડીથી મહેસાણા પહોંચ્યા હતા. મહેસાણા જમ્યા બાદ ત્યાંથી ગાડી ભરીને તાડપત્રી ઢાંકી તા.30 ના રાત્રીના અંદાજિત દોઢ વાગે પાલાવાસણાથી નીકળી બરોડા ખાતે નીકળ્યા હતા.

ગાડીમાં જોયું તો તેલનાં બોક્સ ઓછાં હતાં
ત્યાં કલોલની આગળ હાઇવે રોડ ઉપર ઇસજ ઈફકો કટ કંપનીની સામે આવેલા કટમાંથી સાઈડમાં અંદાજિત ચારેક વાગે ગોગા ચાની હોટલેમાં ચા પીવા માટે ગાડી ઊભી રાખી હતી. જેમાં પાછળથી ગાડીમાં ઉપર ચડી જોતાં ગાડીમાંથી તેલના પાઉચનાં બોક્સ ઓછા થઈ ગયેલાં હતાં. એવું જાણતાં તરત જ 100 નંબરમાં ફોન કરીને પોલીસને જાણ કરી હતી.

પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
ત્યારબાદ ટ્રાન્સપોર્ટ કંપનીના શેઠ પણ સ્થળ ઉપર હાજર થઈ ગયા હતા. એ જ અરસામાં અમારી ટ્રાન્સપોર્ટની કંપનીમાં કામ કરતા બીજા એક ડ્રાઈવરનો ટ્રાન્સપોર્ટના શેઠ ઉપર ફોન આવ્યો હતો અને એ ડ્રાઇવરે જણાવ્યું હતું કે, રાજપુર ગામથી ચડાસણા પાટિયા નજીક તમારી ગાડીમાં કોઈ માણસ ગાડીના ભરેલા સામાન ઉપર ઊભો રહ્યો હતો અને રસ્તામાં તેણે રસો કાપીને તેલના પાઉચનાં બોક્સ પાછળ આવતા પિકઅપ ડાલામાં નાખતો હતો તેવું મેં નજરે જોયેલું હતું. અમે તેને ઊભો રાખતા તેણે ડાલુ ભગાવી નાખ્યું હતું, અને તે પીકઅપ ડાલાનો નંબર પણ દેખાયો ન હતો. માટે આ બાબતની ફરિયાદ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Most Popular

To Top