બનાસકાંઠા: ગુજરાતના (Gujarat) છેવાડાના ગામોમાં પીવાના પાણીની (Water) સમસ્યાઓ જોવા મળે છે. ગુજરાતમાં સરકારે રણ વિસ્તારમાં સિંચાઇ માટે કેનાલો તો બનાવી છે પરંતુ પાણી સમયસર અપાતું નથી. બનાસકાંઠા (Bansakantha) જિલ્લાના ખેડૂતો (Farmer) પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. પીવાના પાણી અને સિંચાઇના પાણીને લઇને ખેડૂતો હવે રસ્તા પર ઉતર્યા છે. ફરી એક વાર એક સપ્તાહ બાદ ખેડૂતોએ ટ્રેક્ટર રેલી (Rally) કાઢી છે. આજની આ રેલીમાં 5 હજારથી વધુ ખેડૂતો જોડાયા છે. જેઓ પાણીની સમસ્યા અંગે કલેક્ટરને રજૂઆત કરશે.
બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યાને લઇને 5 હજાર ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. બનાસકાંઠા જિલ્લાના કેટલાક ગામોમાં પાણી માટે કેનલોનું નિર્મારણ કરવામાં આવ્યું છે પરંતુ કેટલાક ગામોમાં પાણી સમયસર પહોંચી રહ્યું નથી. જ્યારે કેટલાક વિસ્તારમાં પાણીનાં તળ ઊંડાં જતાં જિલ્લાના મોટા ભાગનાં તળાવો કોરાં ધાકોર પડ્યાં છે. ઉલ્લેખનીય છે કે ગત સોમવારે જિલ્લાના ખેડૂતોએ પાલનપુરમાં ધનિયાણા ચાર રસ્તાથી મૌનરેલી યોજી પાલનપુરમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારે ફરી એકવાર એક સપ્તાહ બાહ ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢી છે. પાલનપુરના મલાણા તળાવ ઉપર 5 હજારથી વધુ ખેડૂતોએ ભેગા થઈ કરી ગંગા આરતી કરી રેલી કાઢી છે.
ઉલ્લેખનીય છે કે આ ટ્રેક્ટર રેલીમાં અલગ અલગ ગામડાઓમાંથી 5 હજારથી વધુ ખેડૂતો જોડાયા છે. તેમજ આ રેલીમાં હજુ પણ વધુ ખેડૂતો જોડાઇ રહ્યાં છે. આ ખેડૂતોના ટ્રેક્ટર રેલી પાણીની સમસ્યનું નિરાકરણ લાવવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે.
જિલ્લાના ખેડૂતોની મુખ્ય માંગ તળાવોમાં પાણી ભરવા તેમજ સિંચાઇ માટે પાણીની વ્યવસ્થા કરવાની છે. જિલ્લાના કેટલાક વિસ્તાર જેમકે પાલનપુર, ધાનેરા, વડગામ, થરાદ, દાંતીવાડા,અને અમીરગઢ જેવા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યાઓ છે. તેમજ ધાનેરા-થરાદ વિસ્તારમાં સુજલામ-સુફલામમાં પાણી છોડવાની પણ ખેડૂતોની માંગ છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા સૌથી વધુ દુધ ઉત્પાદન કરતો જિલ્લો છે. દૈનિક 50 લાખ લિટરથી વધુ દુધનું સંપાદન કરતી બનાસ ડેરી બનાસકાંઠામાં આવેલી છે, છતાં પણ આ જિલ્લામાં પાણી માટે ખેડૂતોને રસ્તા પર ઉતરવાનો વારો આવ્યો છે