દર વર્ષે 31 ઓક્ટોબર આવે એટલે ગુજરાતના અખબારોમાં બની બેઠેલા લેખકો કોંગ્રેસ અને નહેરૂ ગાંધી પરિવારને સરદાર પટેલને અન્યાય કરવાના મામલે ભાંડવા બેસી જાય છે. આવા લેખકોની તમામ વાતો દસ્તાવેજી પુરાવા વગરની અને કહી-સુની વાતો પર આધારિત છે. ગુણવંત શાહ જેવા ધુરંધર લેખક પણ બીજાના હવાલા ટાંકીને આ મુદ્દે લખે છે. કયાંય કોઇ ઠોસ પુરાવો કે લખાણ કોઇ રજૂ કરી શકયું નથી. સરદાર પટેલે પોતાની અંગત ડાયરીમાં પણ આ અંગે કાંઇ લખ્યુ નથી કે એમના પરિવારે આ અંગે 50 વર્ષ સુધી કાંઇ કહ્યું નથી ! હકીકતે આ આખો મામલો 2000ની સાલ પછી મોદી (ગુજરાત સરકાર) દ્વારા રાજ્યની બળુકી કોમ એવા પાટિદારોને કોંગ્રેસથી દૂર કરવા ઉછાળાયો હતો. જે આજ સુધી કામિયાબ રહ્યો છે. હકીકતે કોંગ્રેસની નહેરૂ સરકારમાં સરદાર પટેલને એક સામટા 3 ખાતાનો હવાલો સોંપાયો હતો. (1) ગૃહ વિભાગ (2) સુચના અને પ્રસારણ (3) નાયબ પ્રધાનમંત્રી પદ જે તમામ એમણે સુપેરે સંભાળ્યા હતા. ઉપરાંત તેમના મૃત્યુ બાદ એમની યાદમાં શિક્ષણ સંસ્થાઓ ઉભી કરાઇ છે.
નર્મદા ડેમનું સરદાર સરોવર નામકરણ મોદી ગુજરાત આવ્યા તે પહેલા કરાયું હતું. સરદારને અન્યાય કરાયો હોવાની કોઇ વાત સત્ય નથી. એક ચર્ચાપત્રીએ લખ્યુ કે ઇંદીરાજી પણ એમને ઓળખી ન શકયા હક્કીતે ઇંદીરાજીએ પોતાના જીવનકાળ દરમ્યાન કોઇના બાવલાં પુતલાં ઉભા નથી કર્યા, એ કામ મોદીજીનું છે ગુજરાતના વિધાનસભા ભવનને પણ સરદાર પટેલનું નામ અપાયેલ છે. એ કેટલા ગુજરાતી જાણે છે ? હક્કીતે ગુજરાતના કોંગ્રેસી નેતાઓને મોદીજી દ્વારા કરતા જૂઠાં આક્ષેપોનો તર્કબધ્ધ જવાબ આપતાયે આવડતું નથી તેથી જ મોદી મજબૂત બન્યા છે. મમતા બેનર્જી સાચુ બોલ્યા છે.
સુરત – જીતેન્દ્ર પાનવાલા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.