Vadodara

બાલકૃષ્ણ શુક્લને ઉમેદવારી મળતા પુર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના આશીર્વાદ લીધા

વડોદરા: રાવપુરા વિધાનસભામાં ભાજપના ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લને ઉમેદવારી મળતા આજે તેઓ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના આશીર્વાદ લેવા માટે રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસસ્થાને પહોંચ્યા હતા.જ્યાં રાજેન્દ્ર ત્રિવેદીએ બાલકૃષ્ણ શુક્લને જંગી મતોથી જીત મેળવવાના આશીર્વાદ આપ્યા હતા. ભાજપના સિનિયર નેતા ને કેબિનેટ મંત્રી રહી ચૂકેલા રાજેન્દ્ર ત્રિવેદીની બેઠક રાવપુરા વિધાનસભા માંથી તેઓને પડતા મૂકીને પૂર્વ સાંસદ બાલકૃષ્ણ શુક્લને ભાજપે ઉમેદવારી આપી છે. એક સમયે બંને નેતાઓ એક બીજાની સામે પડેલા હતા. જ્યારે રાજેન્દ્ર ત્રિવેદીને પડતા મૂકીને બાલકૃષ્ણ શુક્લ ને ઉમેદવારી મળતાં આજે બાલકૃષ્ણ શુક્લ રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસસ્થાને પહોંચ્યા હતાં જ્યાં તેઓએ રાજેન્દ્ર ત્રિવેદીના આશીર્વાદ મેળવ્યા હતા.

રાજેન્દ્ર ત્રિવેદીએ ભાજપના ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લ જંગી મતે વિજેતા થશે તેવી ખાતરી આપી હતી. રાજ્ય ભરમાં અનેક વિધાનસભામાં ભાજપના નારાજ નેતાઓ અપક્ષ કે અન્ય પક્ષ માંથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે રાજેન્દ્ર ત્રિવેદીએ તેઓનું પગલું ભૂલ ભરેલું ગણાવ્યું હતું. ભાજપના બળવાખોરોને રાજેન્દ્ર ત્રિવેદીએ સ્વાર્થી ગણાવ્યા હતા. ત્યારે જે પ્રકારે વાત કરવામાં આવે તો રાજેન્દ્ર ત્રિવેદી મંત્રીએ તેમની ભાષામાં અપક્ષ ઉમેદવારોને તીખા શબ્દ કયા હતા.
રાવપુરાની બેઠક પર રાજેન્દ્ર ત્રિવેદી અને તેમના ટેકેદારો ની નારાજગી નો ભોગ ન બનવું પડે તેવું શાણપણ વાપરીને રાવપુરાના ઉમેદવાર બાળકૃષ્ણ શુક્લ આજે માજી કાયદા મઁત્રીના ઘેર જઈ કોઈ બળવા જેવી ગરબડ થાય તે પહેલાંજ ડેમેજ કન્ટ્રોલ નો પ્રયાસ કરી દીધો છે

ભાજપના સિનિયર નેતા અને કેબિનેટ મંત્રી રહી ચૂકેલા રાજેન્દ્ર ત્રિવેદીની બેઠક રાવપુરા વિધાનસભા માંથી તેઓને પડતા મૂકીને પૂર્વ સાંસદ બાલકૃષ્ણ શુક્લને ભાજપે ટિકિટ આપી છે ત્યારે એક સમયે બંને નેતાઓ એક બીજાની સામે પડેલા હતા. જ્યારે રાજેન્દ્ર ત્રિવેદીને પડતા મૂકીને બાલકૃષ્ણ શુક્લ ને ઉમેદવારી મળતાં આજે બાલકૃષ્ણ શુક્લ રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસસ્થાને પહોંચ્યા હતાં જ્યાં તેઓએ રાજેન્દ્ર ત્રિવેદીના આશીર્વાદ મેળવ્યા હતા. રાજેન્દ્ર ત્રિવેદીએ ભાજપના ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લ જંગી મતે વિજેતા થશે તેવી ખાતરી આપી હતી.

Most Popular

To Top